Gujarat

સામી ચૂંટણીએ મોરબીમાં દારુનું ગોડાઉન ઝડપાયું, આટલા કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર: મોરબીમાં (Morbi) મોડીરાત્રે ગાંધીનગરની (Gandhinagar) સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. સામી ચૂંટણીએ દારૂનું ગોડાઉન પકડાતા સમગ્ર વિસ્તારમાં વાત આગની જેમ પ્રસરી ગઇ છે. વળી નજીકના દિવસોમાં હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે. ત્યારે તહેવારોમાં દારુની રેલમછેલ થાય તે પહેલા જ મોરબી એસએમસી એ આ કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં મોડીરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. SMCએ ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી દારૂની 3210 પેટી જપ્ત કરી છે. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો કેટલો વધુ હશે તેનો અંદાજ એ વાતઉપરથી લાગાવી શકાય છે કે, દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસને આખી રાત લાગી હતી. આ સાથે જ સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે.

10 આરોપીની ધરપકડ
SMCના Dy.sp કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત શંકરલાલ પટેલ નામના ઇસમે લાલપરના ભવાનીસિંહ પાસેથી પાંચ મહિના પહેલાં ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હતુ. તેમજ આ બાબતની બાતમી SMCને મળતાં જ SMCની એક ટીમે ગોડાઉનમાં દરોડા પાદ્યો હતા.

દરોડામાં દારૂની 61,000 બોટલ મળી આવી હતી. જેની કિંમત આશરે 1.51 કરોડ છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો પણ સ્થળ પરથી મળી આવ્યા છે. જેની કિંમત 66.55 લાખ છે. તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીથી ઝડપાયેલો દારૂનો જથ્થો એટલો મોટી માત્રામાં હાય, એસએમસીની ટીમેને બોટલોની રાતભર ગણતરી કરવી પડી હતી.

SMCના Dy.spએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં એનું વેચાણ કરવામાં આવતું હતુ. જેની કબૂલાત ઝડપાયેલા આરોપીએ કરી છે. આ સાથે જ આરોપીઓએ જણાવ્યું હતુ કે જિમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના ઇસમને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

Most Popular

To Top