Entertainment

સલમાન ખાનને ધમકીભર્યા પત્ર મળ્યા પછી મુંબઈ પોલીસે કહ્યું જરૂર પડશે તો અભિનેતાની સુરક્ષા વધારાશે

મુંબઈઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા (Murder) પછી હવે બોલીવુડના (Bollywood) અભિનેતા સલમાન ખાનને (Salman Khan) હત્યારાઓએ ટાર્ગેટ બનાવ્યા છે. સલમાન ખાનના પિતા સલીમ ખાનને 5 જૂને બાંદ્રા બેડસ્ટેન્ડમાં બેંચ પર જોગિંગ કરી બેઠા હતા તે સમય દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર (Letter) આપ્યો હતો જેમાં સલમાન ખાનને મારી નાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Police Station) આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો. અભિનેતાને ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યુ કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ મામલાને લઈ કોઈને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે જો જરૂર લાગશે અભિનેતાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવશે.

‘રેડી’ ફિલ્મ દરમિયાન પણ સલમાન ખાનને મારવા માંગતા હતા
પોલીસે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સલમાનખાનને મળેલા ધમકીભર્યા પત્રને લઈ પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ આ પત્રમાં લોરેન્સ બિશ્નોઈનું નામ લખવામાં આવ્યું છે. આ પહેલા રેડી ફિલ્મના શૂટિંગ સમયે પણ લોરેન્સ બિશ્નોઈએ સલમાન પર હુમલો કરવાનો એક પ્લાન તૈયાર કર્યો હતો. બિશ્નોઈનો સૌથી મહત્વપૂર્ણ પ્યાદો અને ગેંગસ્ટર કાલા જાથેડીનો માર્ગદર્શક નરેશ શેટ્ટીને સલમાન ખાનનું મર્ડર કરવાની સોપારી આપવામાં આવી હતી. ગેંગસ્ટર સંપત નેહરાએ પણ ઘણા દિવસો સુધી મુંબઈમાં ધામા નાખ્યા હતા જેથી સલમાન ખાનને નિશાન બનાવી શકાય.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કુખ્યાત ગેંગસ્ટર કાલા જાથેડી તેમજ નરેશ શેટ્ટી અને સંપત નેહરા મુંબઈમાં જ રોકાયા હતા. આ તમામ ગેંગસ્ટરો મુંબઈના રહેવાસી વિસ્તારમાં રહેતા હતા. જો કે ગેંગસ્ટર નરેશ શેટ્ટી અને સંપત નેહરા મુંબઈમાં અલગ-અલગ સમયે રોકાયા હતા. તેઓ સલમાન ખાનના ઘરની રેકી કરતા હતા જેથી જ્યારે સલમાન ખાન સવારના સમયે સાયકલ ચલાવવા કે જોગિંગ માટે ઘરની બહાર નીકળે તો તેઓને નિશાન બનાવવામાં આવે. સલમાન ખાનને મારવાના પ્લાનના મામલામાં તે સમયે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટે સલમાન ખાનને મારવાના પ્લાનમાં મુંબઈના રહેવાસી લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ શાર્પ શૂટરની ધરપકડ કરી હતી.

અગાઉ કસ્ટડીમાં લેવામાં આવેલા લોરેન્સ બિશ્નોઈએ મીડિયામાં સલમાન ખાન માટે કહ્યું હતું કે તે સલમાનને મારી નાખશે. હવે સ્પેશિયલ સેલ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીમાં જે પત્ર મળ્યો છે તેના આધારે પૂછપરછ કરી રહી છે જેમાં લખ્યું છે – સલીમ ખાન સલમાન ખાન તેરીભી મૂસેવાલા જેસી હાલત કરેંગે. કાળિયાર શિકાર કેસ બાદ બિશ્નોઈ સલમાન ખાન સામે બદલો લેવા માંગે છે.

Most Popular

To Top