સલમાન ખાન અને ગોવિંદાએ અનેક ફિલ્મો સાથે કર્યા બાદ આ ફિલ્મથી તેમના સબંધોમાં તકરાર આવી હતી. સલમાન ખાન આજના જમાનાનો સુપરસ્ટાર છે તો ગોવિંદા પણ તેમના સમયનો હિટ એક્ટર રહી ચૂક્યો છે. આજે પણ ગોવિંદા બહુ ઓછી ફિલ્મોમાં જ જોવા મળે છે. જ્યારે સલમાનનો દબદબો હજુ પણ ઇન્ડસ્ટ્રીઝમાં છે. સલમાન અને ગોવિંદા બંને કલાકારોએ સાથે કામ પણ કર્યું છે. પરંતુ મીડિયામાં બંને વચ્ચેની નારાજગીને લઈને સમાચાર આવે છે. આ ખબરની સત્યતા ગોવિદાએ ખુદએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 1997 માં રિલીઝ થયેલ જુડવા પહેલા ગોવિંદાને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સલમાનના કહેવા પર તેણે તેના માટે આ ફિલ્મ છોડી દીધી અને સલમાન ખાન આ ફિલ્મથી વધુ હિટ થયો હતો. તે સમયે ગોવિંદાની કરિયર સફળતાના શિરે હતી.

એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો મુદ્દો ખૂબ જ સરળતાથી સમજાવ્યો હતો . ગોવિંદાએ કહ્યું હતું કે ઉદ્યોગમાં મિત્રતાનો અર્થ એ છે કે તે ઘણી વખત મળતા હોય છે, પરંતુ હું મિત્રતાને તે રીતે નક્કી કરું છું કે સંબંધની કસોટીને પૂર્ણ કરે છે કે નહીં. તેણે કહ્યું કે જ્યારે તેણે સલમાન ખાન સાથે તેની પ્રોડક્શનમાં કામ કર્યું ત્યારે તેમને ખૂબ માન આપવામાં આવ્યું. તેના શબ્દોનો આદર કરવામાં આવ્યો હતો. આ માનવ અને સંબંધની ઓળખ છે. તેણે સલમાનને પોતાનો ગણાવ્યો હતો અને બધી અફવાઓને ફગાવી દીધી હતી.

ગોવિંદાની એક પછી એક ફિલ્મ હિટ બની રહી હતી અને તે ઇન્ડસ્ટ્રીનો મોટો સુપરસ્ટાર હતો. પરંતુ તે પછી તેની કારકિર્દી પૂરી થવા લાગી હતી. વર્ષ 2007 માં તે સલમાન ખાન સાથે ફિલ્મ પાર્ટનરમાં (PARTNER) જોવા મળ્યો હતો. આ ફિલ્મ હિટ રહી હતી.
