સુરત(Surat): ગુંદલાવની ડેમોશા કેમિકલ કંપનીના કામદારોનો ગુજરાત રાજ્ય કામદાર સભાનાં નેતા આર.સી.પટેલ (R.C.Patel) દ્વારા માસિક રૂપિયા 6600નો ઐતિહાસિક પગાર વધારો કરવામાં આવ્યો છે.
ગુંદલાવની ડેમોશા કેમિકલ કંપનીનાં કામદારો ગુજરાત રાજય કામદાર સભાનાં સક્રિય સભ્યો છે. અને સભાનાં પ્રમુખ આર.સી. પટેલ ઘ્વારા પગાર વધારો અને અન્ય તમામ સુવિધાઓ બાબતે સંસ્થા સમક્ષ માંગણીઓ મુકી હતી. સંસ્થા સાથે સુમેળભર્યા માહોલમાં શ્રમજીવીઓનાં પગાર અને અન્ય સુવિધા બાબતે સમાધાન થયું હતું. જેમાં પ્રત્યેક કામદારને માસિક પગાર વધારો 6600 મળશે. જેમાં 60 ટકા બેઝિક અને 40 ટકા ભથ્થાઓમાં આપવામાં આવશે. આ સમાધાન ત્રણ વરસ માટે અમલમાં રહેશે. કામદારોને ર0 ટકા બોનસની ચૂકવણી કરવામાં આવશે. સાથે કામદારોને કેજ્યુલ લીવ, સીક લીવ, હક્ક રજા અને લોન આપવામાં આવશે. પ્રત્યેક કામદારને બે જોડી યુનિફોર્મ અને શેફ્ટી શુઝ આપવામાં આવશે. સમાધાન ખતપત્ર પર સંસ્થાનાં ડાયરેક્ટર ગૌતમ શાહ, વાઈસ પ્રેસિડન્ટ નવીન પટેલ, એચ.આર.હેડ ભૂપેન્દ્ર દેસાઈ તથા નેતા આર.સી. પટેલ, મંત્રી હિરેન રાઠોડ, કમિટ સભ્યો જયંતિ પટેલ, પંકજ રાણા, અશોક પટેલ, ઈશ્વર પટેલ, વિનોદ આહીર, રણજીત પટેલ, કલ્પેશ પટેલ, જયંતિ પટેલે સહી કરી છે. આ પ્રસંગે આર. સી. પટેલે જણાવ્યું કે, પ્રવર્તમાન વૈશ્વિક મહામારી અને બેરોજગારીના આર્થિક મહાસંકટમાં શ્રમજીવીઓના પરિવારમાં માસિક રૂપિયા ૬૬૦૦ નો વધારો શ્રમજીવીઓ અને એમના પરિવારમાં રોશની પેદા કરશે. આ સુખદ પરિણામ એ કામદારોના સંગઠન અને યુનિયનમાં અતુટ શ્રધ્ધા અને વિશ્વાસનું એક પ્રતિક છે.