ફિલ્મમેકર સાજિદ ખાન (sajid khan) પર હમણાં સુધી અનેક કેસ નોંધાયેલા છે. સમય-સમય પર સાતમી વખત સુધી કેસ થઇ ચુક્યા છે અને તેના પર જાતીય દુર્વ્યવહાર (sexual assault) ના આરોપો છે. તે પછી હજી સુધી સાજિદની બાજુથી કોઈ પણ નિવેદન આવ્યું નથી. તાજા કેસમાં જિયા ખાન (jia khan) ની બહેન કરિશ્માએ પણ આગળ આવી સાજીદ પર આરોપ લગાવ્યા છે. તેમના તરફથી ઘણા નિવેદનો આવ્યા છે સાથે જ તેની વિરુદ્ધ હવે શરલિન ચોપડા પણ સામે આવી છે.
જીયા ખાન

દિવંગત જીયા ખાનની સાજિદ ખાને કામના બહાના જાતીય શોષણ કર્યું. જિયા ખાનની બહેન કરિશ્માએ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીમાં સાજિદ ખાન પર સનસનીખેજ આરોપ કર્યા છે. કરિશ્માએ કહ્યું કે સજિદે તેમની બહેનને ટોપ અને બ્રા ઉતારવા માટે કહ્યુ હતું
મોડેલ પૌલા

મોડેલ પોલા (model paula)એ કહ્યું કે જ્યારે 17 વર્ષની હતી ત્યારે સાજીદ ખાને તેની સાથે ગંદી હરકતો કરી હતી. પોલાએ કહ્યું હતું કે સજિદે તેની સામે કપડા ઉતારવા કહ્યું હતું.
શર્લિન ચોપડા

બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડા (sarlin chopda)એ ફિલ્મ નિર્માતા સાજીદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.
શર્લિનને કહ્યું કે સાજીદ આશરે 6 વર્ષ પહેલા શર્લિનને મળ્યો ત્યારે તેની સાથે ગંદો વ્યવહાર કર્યો હતો. શર્લિને કહ્યું, હું પાપાના મૃત્યુના થોડા દિવસ પછી સાજીદને મળવા ગઈ હતી. આ દરમિયાન તેણે પોતાનો ખાનગી ભાગ કાઢ્યો અને તેને અડકવા કહ્યું.શેરલીને આગળ કહ્યું, મને યાદ છે કે મેં સાજીદને કહ્યું હતું કે મને ખબર છે કે પ્રાઈવેટ પાર્ટ શું છે. હવે મારે તને મળવાનો બિલકુલ ઇરાદો નહોતો.
સલોની ચોપડા

અભિનેત્રી સલોની ચોપડા (saloni chopda) એ પણ સાજિદ પર આરોપ મૂક્યો. સલોનીએ કહ્યું કે સાજીદે તેની સાથે પણ ખોટી હરકતનો પ્રયાસ કર્યો છે.
રેચલ વ્હાઇટ

અભિનેત્રી રેચલ વ્હાઇટ (rechal white)એ પણ સાજિદ પર ગંભીર આરોપ મુક્યો હતો. રેચલે કહ્યું કે તે મારી સાથે ગાંડી વાતો કરી અને કહ્યું કે ફિલ્મના રોલમાં કામ કરવા તેના કપડાં ઉતારે. આ સંપૂર્ણ વાસ્તવિકતા રેચલે ટ્વિટર પર પોસ્ટ પણ કર્યું.
કરિશ્મા ઉપાધ્યાય

મીટૂ આંદોલન સમયે કરિશ્મા ઉપાધ્યાય (karishma upadhyay) નામની એક પત્રકારે પણ એક ઘટના વિશેની વાર્તા કહી છે. કરિશ્માએ ટ્વીટર પર લખ્યું કે જ્યારે સાજિદ ખાનનો ઇન્ટરવ્યુ કરવા ગઈ ત્યારે ત્યારે સાજીદ તેનું ગુપ્તાંગ બહાર કાઢવા લાગ્યો હતો.
આહના કુમરા

‘દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘લિપસ્ટીક અંડર માય બુર્કા’ અને સંખ્યાબંધ વેબ સીરીઝમાં અભિનય કરી ચુકેલી અહના કુમરા (aahna kumra) પણ સાજિદ ખાન પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. આહનાએ કહ્યું કે તે સાજિદે તેમને ઘણા અટપટા સવાલ પૂછ્યા છે. સાજિદે તેમને પૂછ્યું કે શું 100 કરોડ મળવા પર તે એક સ્વાન સાથે સેક્સ કરશે?
