સુરત: શહેરના સચિન (Sachin) જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં બરફની ફેક્ટરી (Ice factory) પાસે રહેતા નરાધમે (Rapist) પડોશમાં રહેતી બાળકી (Girl)ની સાથે તેના 6 વર્ષના ભાઈ (Brother)ની સામે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામી છે. પોલીસે આરોપીને પકડી બાળકીનું મેડિકલ તપાસ (Medical test) કરાવી વધારે તપાસ હાથ ધરી છે.
સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી નજીક શિવનગર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય નરાધમ ઉપેન્દ્ર ભિમલ સહનીએ ગઈકાલે સવારે પડોશમાં રહેતી 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેના પડોશમાં રહેતી 8 વર્ષની માસુમ બાળકી અને તેનો 6 વર્ષનો ભાઈ રમવા માટે આવ્યા હતા. બંને બાળકો ઘણી વખત નરાધમના ઘરે આવીને મોબાઈલમાં વિડીયો જોતા હતા. તે વખતે ઉપેન્દ્રએ માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. બાળક મોબાઈલ જોતો હતો ત્યારે બાળકીને પકડીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં બાળકી રડતી ઘરે ગઈ હતી. બાળકીની માતાએ શુ થયું પુછતા તેને બાજુવાલા અંકલે ખોટું કર્યું હોવાનું કહ્યું હતું. બાળકીની માતાએ જોતા બાળકી સાથે કઈ ખોટું થયાની જાણ થતા બાળકીના પિતાને જાણ કરી હતી. જેથી બાળકીના પિતાએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. સચિન પોલીસે બાળકીની નવી સિવિલમાં મેડિકલ તપાસ કરાવી હતી. બાળકીને સામાન્ય ઇજા થઈ છે.
નરાધમને એક દિકરી સહિત ચાર સંતાન
નરાધમ સંચા ખાતામાં નોકરી કરે છે. તેની પત્ની અને એક દિકરી સહિત ચાર સંતાન વતનમાં રહે છે. હાલ તે અહીં એકલો રહેતો હતો. આરોપીની ખુદ એક દિકરી હોવા છતાં તેણે એક નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું જે ધૃણાસ્પદ કૃત્ય છે.