નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અસલમાં કાનપુર (Kanpur) અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસના (Sabarmati Express) 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેનનું બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું. જેના કારણે એન્જીનના કૈટલને ખરાબ રીતે નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતા જ મોડી રાત્રે રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે કાનપુર નજીક ગોવિંદ પુરીની સામે હોલ્ડિંગ લાઇન પર ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. દરમિયાન અકસ્માત રાત્રે 3 વાગ્યાની આસપાસ થયો હતો. હાલ અકસ્માત સ્થળેથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના તમામ મુસાફરોને બસ દ્વારા કાનપુર લાવવામાં આવ્યા હતા.
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તેમજ બચાવ અને રાહત કાર્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
- પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353
- કાનપુર 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર 054422200097
- ઈટાવા 7525001249
- ટુંડલા 7392959702
- અમદાવાદ 07922113977
- બનારસ સિટી 8303994411
- ગોરખપુર 0551-2208088
- વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી: 0510 2440787, 0510 2440790
- લલિતપુર 07897992404
- બંદા 05192227543
જણાવી દઇયે કે કાનપુર નજીક ટ્રેન દુર્ઘટના બાદ આ રૂટ પરની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. માહિતી આપતાં રેલવેએ જણાવ્યું હતું કે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. 3 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
અકસ્માતને કારણે આ ટ્રેનો રદ
- 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24
- 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24
- 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
- 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
- 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
- 01889/01890 (ગ્વાલિયર-ભીંડ) JCO 17.08.24
આ ટ્રેનોના રૂટ ડાયવર્ટ
- 11110 (લખનૌ જંકશન-વી ઝાંસી) JCO 16.08.24 બદલાયેલ રૂટ ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી.
- 22537 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.2024 ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી.
- 20104 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.24 કાનપુર-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-V ઝાંસી.
રેલ્વે મંત્રીનું નિવેદન:
કાનપુરમાં ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું ટ્રેનમાં જોરદાર આંચકાના ચિહ્નો જોવા મળ્યા છે. આઈબી અને યુપી પોલીસ આ અંગે કામ કરી રહી છે. ટ્રેનમાં સવાર મુસાફરો કે રેલવે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. તેમજ અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.