રશિયા અને યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War) હજુ પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે યુક્રેનના મોટા શહેરો બરબાદ થઈ ખંડેર બની ગયા છે. પરંતુ આ ભયંકર (Terrible) પરિસ્થિતિમાં યુક્રેનના સૈનિકોની (soldiers) હિંમત આખી દુનિયામાં વખણાઈ રહી છે. રશિયાનો સામનો કરવા માટે સામાન્ય લોકો (Ordinary people) પણ સેનામાં જોડાઇને દેશ માટે શાહિદ થવા તૈયાર છે. આ દરમિયાન યુક્રેનની એક 98 વર્ષની મહિલાએ (woman) રશિયન સૈનિકોનો સામનો કરવા માટે યુદ્ધમાં ભાગ લેવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે આ મહિલાએ બીજા વિશ્વ યુદ્ધમાં ( Second World War) સક્રિયપણે ભાગ લીધો હતો.
- યુક્રેનની 98 વર્ષની એક મહિલાએ યુદ્ધમાં જોડાવા માટે પ્રસ્તાવ મૂક્યો
- તેમણે બીજા વિશ્વ યુદ્ધમાં પણ ભાગ લીધો
- આ પ્રસ્તાવને લઈ યુક્રેનના ગૃહ મંત્રાલયે એક પોસ્ટ શેર કરી
- પોસ્ટના અંતમાં તેઓએ કિવની બીજી જીતને લઈને વાત કરી
માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ઓલ્હા ત્વરડોખાલિબોવા નામના 98 વર્ષના મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જૂના યોદ્ધા રહ્યા છે. તેમણે બીજા વિશ્વ યુદ્ધમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમના કહ્યા અનુસાર રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન પર આક્રમણ કરવાનો આદેશ આપ્યા બાદ ઓલ્હાએ પોતાના વતનનું રક્ષણ કરવા માટે સેનામાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે તેની ઉંમરને કારણે તેમને ના પાડી દેવામાં આવી છે.
યુક્રેનના ગૃહ મંત્રાલયના પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે યુક્રેનના એક 98 વર્ષીય દિગ્ગજ ઓલ્હા ત્વરડોખાલિબોવાએ તેમના જીવનમાં બીજી વખત યુદ્ધનો સામનો કર્યો છે. તે ફરીથી પોતાના વતનનો બચાવ કરવા માટે તૈયાર હતા. પરંતુ તમામ યોગ્યતાઓ અને અનુભવ હોવા છતાં તેમની ઉંમરને કારણે તેમને યુદ્ધમાં શામેલ કરવાનો ઇનકાર કરાયો છે. અંતમાં પોસ્ટમાં ઉમેરતા તેઓએ લખ્યું કે તેમને ખાતરી છે કે તેઓ ટૂંક સમયમાં કિવમાં બીજી જીતની ઉજવણી કરશે!