નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધને (Russia Ukrain War) એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ વિશ્વમાં (World) નવી ખળભળાટ ચાલી રહી છે. આગામી 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂર્ણ થશે. હુમલાને (Attack) એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા, યુએસ પ્રમુખ જો બિડેને રશિયાને મજબૂત સંદેશ આપવાના પ્રયાસરૂપે કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે જ સમયે તેણે $500 મિલિયનની વધારાની સંરક્ષણ સહાય આપીને ઝેલેન્સકીનું મનોબળ વધુ મજબૂત કર્યું હતું. આ પછી અન્ય પશ્ચિમી દેશોએ પણ યુક્રેનને (Ukraine) મદદ કરવા માટે સાથ આપવાનું નક્કી કર્યું.
આ ધટના પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને યુક્રેન યુદ્ધ માટે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા હતા. કલાકો પછી પુતિને પરમાણુ શસ્ત્રોના આપ લેને રોકવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની સંધિને સ્થગિત કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
પુતિનના આ નિર્ણયથી માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પરમાણુ યુદ્ધના નવા જોખમમાં મુકાઈ ગયું છે. અત્યાર સુધી આ સંધિને કારણે રશિયાના હાથ બંધાયેલા હતા. પરંતુ આ સંધિમાં રશિયાની ભાગીદારી સ્થગિત કરીને પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની શક્યતા ઊભી કરી છે. તેનાથી યુક્રેન અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયા સંધિમાં તેની સહભાગિતાને સ્થગિત કરી રહ્યું છે, જેનો હેતુ પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવાનો છે.
અમેરિકા અને રશિયા વચ્ચે 2010માં સમજૂતી થઈ હતી
જણાવી દઈએ કે આ કરાર રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે થયો હતો. બંને દેશોએ 2010માં કહેવાતી ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ લાંબા અંતરના પરમાણુ હથિયારોની સંખ્યાને મર્યાદિત કરે છે જે બંને દેશો દ્વારા તૈનાત કરી શકાય છે અને પરમાણુ હથિયારો વહન કરવામાં સક્ષમ મિસાઇલોના ઉપયોગને મર્યાદિત કરે છે. પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે રશિયા હજુ આ સંધિમાંથી સંપૂર્ણપણે હટી રહ્યું નથી. તેમણે કહ્યું કે જો અમેરિકા પરમાણુ હથિયારોના પરીક્ષણો ફરી શરૂ કરશે તો રશિયાએ પણ તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ. પુતિનના આ નિર્ણયથી યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો અનેકગણો વધી ગયો છે. પુતિને આ નિર્ણય જો બિડેનની કિવ મુલાકાત બાદ લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે પુતિને યુક્રેનને ગેરસમજ કરી હતી, પરંતુ અમેરિકા અને સમગ્ર પશ્ચિમી દેશો કિવની પડખે છે.