નવી દિલ્હી: વર્ષ 2022 પૂર્ણ થવા આવ્યું છે નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર લઈને આવે તેમજ જૂના તમામ નરસી વાતો ભૂલીને નવી શરૂઆત થાય તે માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2022માં 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધનો (War) ખાતમો સૌ કોઈ ઈચ્છે છે પરંતુ આ શક્ય નથી તેવું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીની વાતો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે રશિયા યુક્રેન યુદ્ધને 300 દિવસો પૂર્ણ થઈ ગયા છે તેમ છતાં આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધના કારણે યુક્રેન તો જાણે સમસ્ત તબાહ જ થઈ ગયું છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી અમેરિકા (US) તેમજ NATOની મુલાકાત લઈ રહ્યાં છે. જણાવી દઈએ કે રશિયા યુક્રેન યુદ્ધના 300 દિવસો પછી ઝેલેસ્કી પ્રથમવાર વિદેશયાત્રા કરશે. જાણકારી મળી આવી છે કે ઝેલેસ્કીનો ઉદ્દેશ્ય યુક્રેનની તાકાત તેમજ તેની રક્ષા મજબૂત કરવાનો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના રાજકીય સલાહકાર માયખાઈલો પોડોલિયાકે જણાવ્યું હતું કે ઝેલેન્સકીની યુએસની મુલાકાતે બંને દેશો વચ્ચે વિકસેલા વિશ્વાસનું ઉચ્ચ સ્તર દર્શાવ્યું છે. વઘારામાં તેમણે જણાવ્યું છે કે ઝેલેસ્કીને હથિયારોની આવશ્યકતા છે. જાણકારી મળી આવી છે કે બાઈડન યુક્રેન માટે 2 બિલિયન ડોલરની સૈન્ય સહાયતા પૂરી પાડશે. આમાં પૈટ્રિયોટ મિસાઈલનો પણ સમાવેશ થાય છએ. આ મિસાઈલના કારણે યુક્રેન રશિયા દ્વારા ભવિષ્યમાં કરવામાં આવનારા હુમલાઓથી પોતાનું રક્ષણ કરી શકશે.
ઝેલેસ્કી યુએસની મુલાકાત દરમ્યાન યુએસના રાષ્ટ્રપતિ બાઈડનની પણ મુલાકાત લેશે. આ સાથે તેઓ વાઈટ હાઉલના મુખ્ય સલાહકારોની પણ મુલાકાત લેશે. આ સાથે તેઓ બાઈડન સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે શાંતિની સંભાવના દેખાઈ રહી નથી.