World

બેલારુસના રાષ્ટ્રપતિના રશિયા તરફી આ નિવેદનના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ

નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધને (War) એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે બેલારુસના રાષ્ટ્રપતિના નિવેદનના કારણે સમગ્ર વિશ્વમાં હડકંપ ફેલાયો છે. રશિયા પરમાણુ યુદ્ઘ (Nuclear war) કરે તેવી ભીંતી વર્તાઈ રહી છે. બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારો તૈનાત કરવામાં આવશે. આ અંગે રશિયાના રાષ્ટ્રપતિએ પરમાણુ હથિયારોની તૈનાતીને લઈને તારીખ પણ જાહેર કરી દીધી છે. મોસ્કો 7-8 જુલાઈના રોજ બેલારુસના સરહદી વિસ્તારોમાં રશિયન પરમાણુ હથિયારો તૈનાત કરશે જે ગમે ત્યારે યુક્રેનમાં તબાહીના દ્રશ્યો સર્જશે. રશિયાના આ પગલાથી પરમાણુ યુદ્ધની સાથે બીજા વિશ્વ યુદ્ધનું જોખમ પણ વધી ગયું છે.

પુતિનના મિત્ર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો એક નિવેદન આપ્યું છે જેના કારણે પરમાણુ અને વિશ્વ યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એલેક્ઝાંડર લુકાશેન્કો રશિયાએ પરમાણુ યુદ્ધ માટે તમામ તૈયારી કરી લીધી છે. ગમે ત્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. બેલારુસિયન ટેલિગ્રાફ એજન્સીના સમાચાર અનુસાર એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આક્રમકતાની સ્થિતિમાં દેશ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં ખચકાશે નહીં. એટલે કે રશિયા જરૂર પડ્યે યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતાં ખચકાશે નહીં. બેલારુસના રાષ્ટ્રપતિના આ નિવેદનના કારણે યુક્રેન પર પરમાણુ હુમલાની શક્યતા વધી ગઈ છે.

રશિયાએ યુક્રેનને અનેકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે અમેરિકા સાથેની પરમાણુ સંધિ પણ તોડી નાખી છે. આ પછી તેણે બેલારુસની સરહદ પર પરમાણુ મિસાઇલો તૈનાત કરી છે. બેલારુસની સરહદથી જ યુક્રેન પર નિશાન સાધવામાં આવશે. જણાવી દઈએ કે રશિયાએ સોમવારે યુક્રેનના ઝેલેન્સકી ગામ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. ઘણી ઈમારતો પણ આ હુમલામાં ધ્વસ્ત થઈ ગઈ હતી. આ હુમલા પછી એલેક્ઝાન્ડર લુકાશેન્કોના નિવેદનના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કો પુતિનના શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે.

Most Popular

To Top