World

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો મોટો દાવો, યુક્રેનમાં પણ જીતનો ઝંડો લહેરાશે

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચે હાલ પણ યુદ્ધ (War) ચાલુ છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક મોટુ નિવેદન આપ્યું છે. પુતિને એવો દાવો કર્યો છે કે આમાં કોઈ શક નથી કે આ યુદ્ધમાં યુક્રેનની ધરતી ઉપર જ રશિયાની જીત થશે. આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે યુક્રેને પશ્ચિમી દેશો પાસેથી હથિયારોની માંગણીને જોર આપ્યું હતું. તેઓએ દાવો કર્યો છે કે યુક્રેનની ઘરતી ઉપર રશિયાનો ઝંડો લહેરાશે.

જણાવી દઈએ કે શનિવારના રોજ રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનનું નવ માળનું એક એપાર્ટમેન્ટ ધરાશાહી થઈ ગયું હતું. આ હુમલામાં સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 3 નાના બાળકો સહિત 40 લોકોના મોત થયાં હતાં. આ હુમલા પછી યુક્રેનના સૈનિકો પ્રેશરનો અનુભવ થઈ રહ્યો હતો.

છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેવું લાગતું નથી. તાજેતરમાં બ્રિટને પણ યુક્રેનને 14 ચેલેન્જર 2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે. યુક્રેન લાંબા સમયથી આની માંગ કરી રહ્યું હતું. આ ટેન્કો યુક્રેન પહોંચ્યા બાદ બ્રિટન યુક્રેનને આટલી ભારે ટેન્કો આપનાર પ્રથમ દેશ બની જશે.

યુક્રેન: ઈમારત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ, 3 મંત્રીઓ સહિત 16ના મોત
બુઘવારના રોજ યુક્રેનની રાજધાની કિવ પાસે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક હેલિકોપ્ટર બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓના મોત થયા છે. બે બાળકો સહિત મૃત્યુઆંક 16 હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઇમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવું અનુમાન છે.

યુક્રેનની રાજધાની કિવ નજીક એક હેલિકોપ્ટર બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓના મોત થયા છે. બે બાળકો સહિત મૃત્યુઆંક 16 હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. યુક્રેનનું પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં 10 બાળકો સહિત 22 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કિવ નજીક જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઈમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે તેવું અનુમાન છે. એક અહેવાલ મુજબ, આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી (હોમ મિનિસ્ટર) ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે. કિવ નજીક સ્થિત બ્રોવરી શહેરમાં આ અકસ્માત થયો હતો.

Most Popular

To Top