નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ઘને (War) 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં અવાર નવાર બંને દેશો હુમલાઓ કરતા રહે છે આ વચ્ચે રશિયાએ અમેરિકા અને NATOને આડેધડ હાથે લીધું છે. અમેરિકા, બ્રિટેન સહિત નાટો દેશ યુક્રેનને પૈસા તેમજ હથિયારો આપી મદદ કરી રહ્યું છે તે વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટો દેશ તેમજ અમેરિકાને કહ્યું છે કે પશ્ચિમી દેશો ભલે ગમે એટલી મદદ કરી લે યુક્રેનની પણ તેઓ રશિયાને હરાવી શકશે નહિં.
- પુતિને કહ્યું નાટો દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે આ ચિંતાનું કારણ છે જોકે તેનાથી રશિયાને કોઈ ફરક પડવાનો નથી
- રશિયા પાસે શસ્ત્રોનો ભંડાર છે, હજુ સુધી તેનો ઉપયોગ થયો નથી: પુતિન
પુતિને કહ્યું કે યુક્રેનને નાટો દેશ મદદ કરી રહ્યાં છે એ આમ તો ચિંતાનું કારણ છે પણ આનાથી રશિયાને કશો ફરક પડવાનો નથી. તેમણે કહ્યું કે રશિયા પાસે હથિયારોનો ખજાનો ભરીને પડયો છે જેનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી. વધારામાં તેણે કહ્યું કે ચોકકસ પણે ખતરો તો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત કયો દેશ યુક્રેનને કેવી રીતે મદદ કરી રહ્યો છે તે અંગે પણ અમને તમામ જાણકારી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમારી જાણકારી મુજબ અમેરિકા દર મહિને લગભગ 14000 થી 15000 ગોળાઓનું ઉત્પાદન કરે છે. અમારા અંદાજ મુજબ, યુક્રેનિયન સૈન્ય દુશ્મનાવટમાં દરરોજ 5000 જેટલા ગોળાઓનો ઉપયોગ કરે છે. તેઓએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં આટલા ગોળાની ડિલિવરી કેટલા દિવસમાં થશે અને કેટલા દિવસો સુધી યુક્રેન આ ગોળાઓના સહારે સાથે યુદ્ધ લડી શકશે. આ અંગે પુતિને આંકડાઓના ઉદાહરણો આપીને પશ્ચિમી દેશોને જવાબ આપ્યો હતો.
યુક્રેનને હથિયારો આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી
પુતિને વધારામાં કહ્યું કે રશિયન સૈન્ય ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. આ ઉત્પાદન લોકોની અપેક્ષા કરતાં વધુ ઝડપથી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયા યુદ્ધના સમયગાળા દરમિયાન ત્રણ ગણા વધુ ગોળાઓનું ઉત્પાદન કરશે. પુતિને કહ્યું કે અમે શસ્ત્ર સપ્લાય અંગેના અભિગમથી ચિંતિત છીએ કે આ સંઘર્ષને લંબાવવાનો પ્રયાસ છે. કોઈપણ કિંમતે શસ્ત્રોનો પુરવઠો કદાચ યોગ્ય નિર્ણય નથી.