World

રશિયાના યુવાનો યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં ન જવા અપનાવી રહ્યાં છે આ તરકીબ

નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધના (War) કારણે રશિયન સેનામાં હાલ સૈનિકોની કમી વર્તાઈ રહી છે. સેનામાં યુવાનોની ભર્તીની પ્રક્રિયા ચાલુ છે પણ યુવાનો હવે જાણે સેનામાં સામેલ નથી થવા માગતા. સેનામાં ભર્તી ન થાય તે માટે તેઓ પોતાનું જેન્ડર (Gender) બદલી રહ્યાં છે. રશિયાની સરકાર પાસેથી જાણકારી સામે આવી છે કે છેલ્લાં કેટલાય સમયથી રશિયામાં જેન્ડર ચેન્જના કેસોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી લગભગ 2.5 લાખ યુવાનો પોતાનું જેન્ડર બદલાવી નાખ્યું છે. એવું માનવામાં આવે છે કે જે યુવાનો સપ્ટેમ્બર 2022માં દેશ છોડવામાં સફળ ન હતા થયા તેઓ જેન્ડર ચેન્જનો રસ્તો અપનાવી રહ્યાં છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં ધણાં સૈનિકોનાં મોત થયાં હતા જેનાં કારણે યુવાનોમાં ડરનો માહોલ સર્જાયો છે. જેના કારણે હવે યુવાનો પોતાનું જેન્ડર બદલી રહ્યાં છે. રશિયન અધિકારીએ કહ્યું છે કે આ ચિંતાનો વિષય છે અને જેન્ડર ચેન્જના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને આ નિયમોને કડક બનાવવામાં આવશે. એક અહેવાલ અનુસાર રશિયાએ આ યુદ્ધનાં કારણે લગભગ 770000 સૈનિકો ગુમાવ્યાં છે. જેમાંથી 5.7 લાખ સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયાં છે જેઓ ફરીથી યુદ્ધ લડી શકે તેવી હાલતમાં નથી.

શું છે જેન્ડર ચેન્જની પ્રોસિજર
રશિયામાં માત્ર એક ફોર્મ ભરીને જેન્ડર ચેન્જ કરાવી શકાય છે. આ માટે સર્જરીની પણ જરૂરિયાત નથી હોતી. લિંગ પરિવર્તન માટે માત્ર મનોવૈજ્ઞાનિક ટેસ્ટ થાય છે. આ ટેસ્ટમાં કોઈ વ્યક્તિ માનસિક રીતે પોતાને એક મહિલા તરીકે અનુભવે છે તેમ સાબિત થાય તો તેને કાયદેસર રીતે મહિલા ગણવામાં આવે છે.

સરકારનું પણ માનવું છે કે જો કોઈ માણસ પેપર પર પોતાનું જેન્ડર બદલાવી નાંખે છે તો તેની પાસે લગ્ન કરવાનો અને બાળક દત્તક લેવાનો અધિકાર આવી જાય છે. રશિયા જેન્ડર ચેન્જના વધતા કેસોને રોકવા માટે એક બિલ લાવી રહ્યું છે. આ બિલ 15 મે સુધીમાં રશિયન સંસદમાં રજૂ કરવામાં આવશે. કાયદો બન્યા બાદ રશિયામાં જેન્ડર ચેન્જ કરાવવું મુશ્કેલ બનશે.

LGBTQ સમુદાયનું આહવાન, જેન્ડર ચેન્જ કરો
રશિયા-યુક્રેન યુદ્ધ પછી LGBTQ સમુદાયે ઈચ્છુક લોકોને તાત્કાલિક ધોરણે જેન્ડર ચેન્જ કરાવવાનું આહવાન કર્યું છે. કારણ કે નવો કાયદો અમલમાં આવ્યા પછી રશિયામાં કોઈ પણ માટે જેન્ડર ચેન્જ કરવું સરળ રહેશે નહીં. જેનો વિરોધ શરૂ થયો છે.

Most Popular

To Top