રશિયા – યુક્રેનમાં યુદ્ધ પૂર્ણ કરાવવાની જવાબદારી મોદીના શિરે!

નવી દિલ્હી: રશિયા-યુક્રેન(Russia Ukraine war) વચ્ચે એક મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનાં પગલે યુક્રેન દેશ ઉજ્જડ વેરાન બની ગયો છે. લાખો લોકો યુકેન છોડી જતા રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને જે લોકો ત્યાં હાલ વસવાટ કરે છે તેઓને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વ(world)માં એક જ ચર્ચા ચાલી રહી છે કે આ યુદ્ધ ક્યારે પૂરું થશે. ત્યારે આ યુદ્ધ પૂર્ણ કરવા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થતાના પ્રયાસો પર ભારત સહિત ઘણા દેશો સાથેના સંપર્કમાં છું. તમને જણાવી દઈએ કે ભારત સતત વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન શોધવાની વકાલત કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું નિવેદન
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ(UN Chief) એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું કે, તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં મધ્યસ્થીનાં પ્રયાસોને લઇને ભારત, તુર્કી, ચીન અને ઇઝરાયેલ સહિત અન્ય દેશો સાથેનાં સંપર્કમાં જ છે. પત્રકારો સાથે વાત કરતા ગુટેરેસે કહ્યું કે, “હું ઘણાં દેશો સાથે નજીકના સંપર્કમાં છું કે જેઓ રાજકીય ઉકેલ માટે મધ્યસ્થતાના વિવિધ માર્ગો શોધવા માટે બંને પક્ષો સાથે વાતચીત કરી રહ્યાં છે.”

‘હું આ મામલે ભારત સહિત ઘણા દેશો સાથેના સંપર્કમાં છું’ : UN ચીફ
UN ચીફે કહ્યું કે, હું ભારતની સાથે જ કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ તથા જર્મનીની સાથે સંપર્કમાં છું. મારા તુર્કીનાં મિત્રો સાથે પણ ખૂબ જ નજીકથી સંપર્કમાં રહ્યો છું. એ જ રીતે મને વિશ્વાસ છે કે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે પરિસ્થિતિઓના નિર્માણ કરવા માટે આ તમામ પ્રયત્નો જરૂરી છે. એવું પૂછવામાં આવ્યું કે શું આ તમામ દેશ તેમના પ્રયત્નોનું સમર્થન કરી રહ્યાં છે તો તેઓએ કહ્યું કે, મને એવી આશા છે.

ભારતનું સ્ટેન્ડ પહેલેથી જ ક્લીયર
યુદ્ધ મામલે ભારતનું સ્ટેન્ડ પહેલેથી જ ક્લીયર રહ્યું છે. જેનું કારણ ભારતના રશિયા સાથેના જૂના સંબંધ છે. જેથી ભારતે આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા મતદાનમાં પણ ભાગ ન હતો લીધો. જો કે ભારત શાંતિના રસ્તે સમાધાન નીકાળવાની વાત પર ભાર મૂકી રહ્યું છે. નોંધનીય છે કે, બંને પક્ષો વચ્ચે આજે તુર્કીમાં વધુ એક બેઠક યોજાવાની છે. જેમાં શાંતિ સ્થાપવા મુદ્દે વાતચીત થશે.

Most Popular

To Top