Top News Main

WAR DAY 5 LIVE: યુક્રેનના રાષ્ટ્રપતિનું આંતરરાષ્ટ્રીય સેના બનાવવાનું એલાન

આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે.

બેલારુસ: યુકેન અને રશિયા વચ્ચે યુદ્ધ મામલે વાતચીત શરુ થઇ ગઈ છે. વાતચીત માટે રશિયા અને યુક્રેનના દળો બેલારુસ પહોચી ગયા છે. આ વાતચીત બેલારુસ બોર્ડર પર થઇ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર દુનિયામાંથી હજારો લોકોએ અપીલ કરી છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સેના બનાવવાનું એલાન કર્યું છે. અને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રશિયા સાથેની લડાઈમાં હજારો લોકો જોડાવવા માંગે છે.

બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને કહ્યું કે, તુરંત જ યુદ્ધ રોકી દો. અને તમારી સેનાને યુક્રેનમાંથી હટાવી દો. યુક્રેનનાં વિદેશ મંત્રીઅર જણાવ્યું કે, પુતિન 21મી સદીના સોથી મોટા હિટલર છે, રશિયા સાથે વેપાર કરવો એટલે યુદ્ધનાં ગુનામાં મદદ, તેઓએ યુક્રેને રશિયા સાથેનાં તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખવા અપીલ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ દાવો કર્યો છે કે યુક્રેનના એરસ્પેસ પર અમારો સંપૂર્ણ કબજો છે. યુનાઇટેડ નેશનએ જણાવ્યું કે, રશિયાના હુમલા બાદ પાંચ લાખથી વધુ લોકો યુક્રેન છોડી ગયા છે.

બેલારુસ: યુકેન અને રશિયાની બેઠક પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક ટ્વિટ પણ કરી છે. જેમાં રશિયન સૈનિકોને અપીલ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે તમારું જીવન બચાવીને ભાગી જાઓ. જ્યારે હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આપણે બધા રાષ્ટ્રપતિ બનીશું કારણ કે દેશ પ્રત્યે આપણી દરેકની જવાબદારી છે. હવે એવું જ થયું છે. દરેક વ્યક્તિ યોદ્ધા જેવો છે.

બેલારુસ: રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થોડીવારમાં શરુ થશે. આ વાતચીત બેલારુસમાં થવાની છે. જેની માહિતી બેલારુસના વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વીટ કરીને આપી હતી. દરમિયાન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે રવિવારે કહ્યું હતું કે, એક રશિયન પ્રતિનિધિ મંડળ યુક્રેનના અધિકારીઓ સાથે વાટાઘાટ કરવા માટે બેલારુસના હોમેલ શહેરમાં પહોંચી ગયું છે. આ પ્રતિનિધિ મંડળમાં સૈન્ય અધિકારીઓ અને રાજદૂતો સામેલ છે. પેસકોવે વધુમાં કહ્યું હતું કે, રશિયન પ્રતિનિધિ મંડળ વાટાઘાટ માટે તૈયાર છે અને અમે યુક્રેનીઓની રાહ જોઈ રહ્યા છીએ. રશિયાએ ગુરુવારે યુક્રેન પર આક્રમણ કર્યું હતું ત્યારે ઉત્તરમાં મોસ્કોના સાથી બેલારુસ અને પૂર્વ તેમ જ દક્ષિણમાંથી પણ સૈનિકો આગળ વધી રહ્યા હતા.આ તરફ યુક્રેની અધિકારીઓ તરફથી કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી.

રાજધાની કિવ કર્ફ્યું મુક્ત
રશિયન હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેનના કિવમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કીવમાં લગાવવામાં આવેલો કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જેથી આ સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ હવે રેલ્વે સ્ટેશન જઈને શહેર છોડી શકશે. તમામ વિદ્યાર્થીઓને પશ્ચિમ ભાગોમાં મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશન પર જવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યુક્રેન રેલ્વે ખાલી કરાવવા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. કર્ફ્યુ હટાવ્યા પછી અને કિવમાં લોકોની ચળવળ શરૂ થઈ ત્યારથી સંપૂર્ણ બે દિવસ પછી ટેક્સીઓ પણ દોડી રહી છે.

યુક્રેન: રશિયાએ આજે ​​સવારે યુક્રેનના ઝાયટોમીર એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આમાં ઈસ્કંદર મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હવાઈ હુમલો બેલારુસ દ્વારા કરવામાં આવ્યો હતો. બેલારુસે કહ્યું હતું કે તે રશિયાને હવાઈ હુમલા માટે તેના પ્રદેશનો ઉપયોગ કરવા દેશે નહીં, તેમ છતાં આવું થયું. ઝાયટોમીરમાં થયેલા હુમલામાં જૂની ઇમારતને પણ નુકસાન થયું હતું. અહીં એક સિનેમા પણ હતું.

યુક્રેન: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યુક્રેનએ રશિયાની તેલથી ભરેલી ટ્રેનને ઉડાવી દીધી હતી. રશિયન આર્મી માટે ઇંધણ સપ્લાય કરવા જતી ટ્રેનને યુક્રેણે ઉડાવી દીધી છે. યુક્રેને રશિયાની આર્મીના બે કાફલાને કઈ રીતે ઉડાવ્યો તેનો વીડિયો રિલિઝ પણ કર્યો છે. યુક્રેન પણ રશિયા સામેના યુદ્ધમાં તુર્કીના ખતરનાક લડાયક ડ્રોન બેયરેકતાર ટીબી-2નો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન રશિયા-યુક્રેન યુદ્ધમાં તબાહી મચાવી રહ્યું છે. યુક્રેનિયન સૈન્યએ તેના ઉપયોગના ફૂટેજ પણ જાહેરમાં જાહેર કર્યા છે. યુદ્ધ ક્ષેત્રથી આવી રહેલા અહેવાલો એ પણ જણાવી રહ્યા છે કે યુક્રેન બેયરેકતાર ટીબી-2નો ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનિયન સૈન્ય દ્વારા શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેયરેકતારે એક આખી રશિયાની તેલથી ભરેલી ટ્રેનને નષ્ટ કરી દીધી છે. તે રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરી રહી હતી.જો યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ખાર્કિવ નજીક આ ડ્રોને રશિયન સેનામાં ભયાનક તબાહી મચાવી છે.

યુક્રેનિયન સૈન્ય દ્વારા શનિવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે બેયરેકતારે એક આખી રશિયાની તેલથી ભરેલી ટ્રેનને નષ્ટ કરી દીધી છે. તે રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરી રહી હતી.જો યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ખાર્કિવ નજીક આ ડ્રોને રશિયન સેનામાં ભયાનક તબાહી મચાવી છે.સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે જેમાં યુક્રેનના સૈનિકો તેની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ગયા વર્ષે યુદ્ધ દરમિયાન અઝરબૈજાનની સેનાએ ડ્રોન હુમલાના ફૂટેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું હતું. અને આનાથી આર્મેનિયન સેનામાં ભય ફેલાયો હતો.

https://twitter.com/MakarczykJerzy/status/1498081645160812549?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1498081645160812549%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc

યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે સતત પાચમાં દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે યુક્રેનને અન્ય દેશોની પણ મદદ મળવા લાગી છે. અમેરિકા યુક્રેનને 500 સ્ટિંગર મિસાઈલ અને હથિયારો મોકલી રહ્યું છે. યુક્રેનનો દાવો છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 352 લોકોના મોત થયા છે, તે જ 1,684 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. 27 ફેબ્રુઆરી સુધીમાં 4,500 રશિયન સૈનિકોને મારવા ઉપરાંત લગભગ 150 ટેન્ક, 700 લશ્કરી વાહનો, 60 ઈંધણ ટેન્ક, 26 હેલિકોપ્ટરનો નાશ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધ વચ્ચે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એક મેગેઝીન દ્વારા અહેવાલ પ્રસ્થાપિત કરી આ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, 400 સશસ્ત્ર લડવૈયાઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની હત્યા કરવા કિવમાં પ્રવેશ્યા છે. આ ભાડૂતી સૈનિકો ક્રેમલિનના આદેશ પર કિવમાં પ્રવેશ્યા છે અને તેઓ કોઈપણ કિંમતે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની હત્યા કરવા માંગે છે, જેથી કિવમાં રશિયન સમર્થિત સરકારની સ્થાપના થઈ શકે. મેગેઝીને આ સનસનીખેજ દાવો કર્યો છે. વેગનર ગ્રૂપ એક ખાનગી મિલિશિયા છે જે પ્રમુખ પુતિનના સૌથી નજીકના સાથીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પાંચ અઠવાડિયા પહેલા, આફ્રિકાના આ ભાડૂતી સૈનિકો પૈસાના લોભમાં ઝેલેન્સકીની સરકારનો નાશ કરવાના મિશન પર ઉડાન ભરી હતી. યુક્રેન સરકારને શનિવારે સવારે તેમના મિશન વિશે માહિતી મળી હતી. આ પછી યુક્રેન સરકારે રાષ્ટ્રપતિની સુરક્ષા વધારી દીધી છે. આ મિશનની માહિતી મળતાની સાથે જ યુક્રેનની સરકારે રાજધાનીમાં 36 કલાકનો સખત કર્ફ્યુ લગાવી દીધો છે અને નાગરિકોને કહેવામાં આવ્યું છે કે જો આ દરમિયાન કોઈ બહાર દેખાય તો તેને ગોળી મારી શકાય છે.

Most Popular

To Top