Sports

વાનખેડેમાં રનનો વરસાદ: ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 254 રનનો પડકાર

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે વિશાળ સ્કોર ઉભો કર્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 254 રનનો કઠિન ટાર્ગેટ આપ્યો છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજમાં કોઈપણ ટીમ દ્વારા બનાવાયેલો આ સૌથી મોટો સ્કોર ગણાય છે. આ ઉપરાંત, આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 260 રનનો છે, જે 2007માં શ્રીલંકાએ કેન્યા સામે બનાવ્યો હતો.

આ વર્લ્ડ કપમાં ભારતે બીજી વખત 250થી વધુ રન બનાવ્યા છે. આ પહેલાં સુપર-8 રાઉન્ડમાં ઝિમ્બાબ્વે સામે ટીમે 256 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ભારત તરફથી સંજુ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રનની તોફાની ઇનિંગ રમી. તેની સાથે શિવમ દુબેએ 43 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઈશાન કિશને 39 રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ 27 અને તિલક વર્માએ 21 રન ઉમેર્યા. ઇંગ્લેન્ડ તરફથી વિલ જેક્સ અને આદિલ રશીદે 2-2 વિકેટ ઝડપી. જોફ્રા આર્ચરને 1 સફળતા મળી હતી, જ્યારે બે ભારતીય બેટ્સમેન રનઆઉટ થયા હતા. ભારતના આ વિશાળ સ્કોર પછી હવે ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં પહોંચવા માટે 254 રનનો મોટો પડકાર ઉભો થયો છે. જવાબમાં ઇંગ્લેન્ડનો સ્કોર 1.1 ઓવરમાં 13/1 છે. ટીમ તરફથી જોસ બટલર અને હેરી બ્રુક ક્રિઝ પર છે. હાર્દિકે પોતાની સ્પેલના પહેલા જ બોલે ફિલ સોલ્ટ (5 રન)ને અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો. પાંચમી ઓવરના પહેલા બોલ પર જસપ્રીત બુમરાહે હેરી બ્રુક (7 રન)ને અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. અક્ષરે બેકવર્ડ પોઇન્ટ પર પાછળની તરફ 24 મીટર દોડીને શાનદાર કેચ પકડ્યો.

Most Popular

To Top