( પ્રતિનિધિ )વડોદરા,તા.9
ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર હોવાથી આરટીઓ કચેરીમાં તા.10 થી તા.23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.આ દરમિયાન જે અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવેલ છે,તેઓની એપોઈન્ટમેન્ટ રીશિડ્યુઅલ કરાઈ છે.
વડોદરાના દરજીપુરા ખાતે આરટીઓ કચેરીમાં એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે. જેના કારણે જેથી આજે તા.10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ રહેશે. જેના પગલે ડ્રાઇવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા અરજદારોની એપોઇન્ટમેન્ટને રીશિડયુઅલ કરવામાં આવી છે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર આશરે 18 જેટલા કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક ગતિવિધીને રેકોર્ડ કરશે. ટેસ્ટ દરમિયાન અરજદારો રિવર્સ પાર્કિંગ, આઠડો, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. ત્યારે, હવે નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઇન મળી રહે તેવો પ્રયાસ કરાયો છે. અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા નિહાળવું ફરજિયાત રહેશે. નોંધનીય છે કે,હાલમાં કાર્યરત સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવખત ઠપ્પ થતી હોય છે. જેના કારણે અનેકવખત અરજદારોને હાલાકી વેઠવાની ફરજ પડી છે. જોકે, હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નવી સિસ્ટમમાં આ સર્વર ડાઉન થવા સહિતની મુશ્કેલીઓ દૂર થશે.