Vadodara

RRR પ્લાન થકી V.M.C લોકો પાસેથી કપડાં-પગરખાં-રમકડાં ઉઘરાવી રિડયુસ, રિયૂઝ અને રિસાઇકલ કરશે…

અમદાવાદ મોડેલ થકી RRR પ્રોજેક્ટને વડોદરા પાલિકા દ્વારા અપનવયો,ભંગાર વાન રિપેર કરી તેને પણ રિયુઝ કરવામાં આવશે, સોસાયટીઓ- એપોર્ટમેન્ટ માંથી ઘન કચરો લઇ તેમાં સુધાર કરાવી જરૂરિયાતમંદોને અપાશે વડોદરા મહાનગરપાલિકા ના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ જણાવતાં કહ્યું કે પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ, રિડ્યુસ અને રિસાઈકલનો અભિગમ અપનાવી રહ્યો છે. વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં, પગરખાં સહિતની ચીજ- વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે.વડોદરા શહેરના ચાર ઝોનનમાં ચાર ડેપોબનાવવામાં આવશે અટલાદરા,ભાયલી, ગાજરાવાડી અને કારેલીબાગના રાત્રી બજાર વિસ્તારની આજુબાજુમાં નવું બાંધકામ કરીને ડેપો બનાવવામાં આવશે, શહેરમાં રોજ 150થી 200 ટન ઘન કચરો જમા થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ લાવી છે.જેમાં પાલિકાની વાન વસ્તુઓ એકત્ર કરી એનજીઓ અને સામાજિક સંસ્થા મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. પ્રાથમિક તબક્કે રોજનો ત્રણટન વસ્તુઓ એકત્ર કરવાનો અંદાજ છે.લોકો પ્રોજેક્ટ સાથે સંકળાય તે માટે ટોલ ફ્રી નંબર અને નિર્માલ્યમ નંબર જાહેર થશે.

Most Popular

To Top