ગાંધીનગર: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં ઓરસંગ નદી (River) ઉપર જોજવા-ઢેબરપુર રોડને જોડતા પુલની (bridge) કામગીરી ટેન્ડર (Tender) આપ્યા બાદ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. હાલ આ બ્રિજના નકશા-અંદાજો બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. જે ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ કરી બ્રિજની કામગીરી સત્વરે ચાલુ કરાશે, તેવું વિધાનસભામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
ઓરસંગ નદી ઉપર નિર્માણ થનાર આ પુલ અંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતુ કે આ બ્રિજ પ્રિ-સ્ટ્રેસ કોન્ક્રીટ ગર્ડર ટાઈપ ૪૭૫ મીટર લંબાઈનો તથા ૨૫ મીટરના ૧૯ ગાળાનો બનાવવામાં આવશે. આ પુલ ૭.૫ મીટર પહોળાઈની કેરેજ-વે તથા એક તરફ રાહદારીઓની અવરજવર માટે ૧.૫ મીટર પહોળાઈની ફૂટપાથ સાથે બનાવવામાં આવનાર છે, આમ આ પુલની કુલ પહોળાઈ ૧૦.૪૫ મીટરની રહેશે. સૂચિત જોજવા બ્રિજની ઉત્તર તરફના તરફના પ્રવેશ માર્ગ તરફ આવતા ૩.૭૦ કી.મી. તેમજ દક્ષિણ તરફના પ્રવેશ માર્ગ તરફ ૫.૫૦ કી. મી સાથે કુલ ૯.૨૦ કી.મી. લંબાઈના રસ્તાને હયાત ૩.૭૫/૩.૦ મીટરને ૫.૫૦ મીટર પહોળાઈમાં કરવાનું આયોજન છે.