Dakshin Gujarat

વ્યારાના નવા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય, દિલીપ જાદવ બન્યા કારોબારી ચેરમેન

વ્યારા: રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના (Municipal Corporation) મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોના અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા હોદ્દેદારોની વરણી થઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના (Surat) નવા મેયર (Mayor) તરીકે દક્ષેશ માવાણીના (Dakshesh Mavani) નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વ્યારા (Vyara) નગરપાલિકાના પ્રમુખ તરીકે રિતેશ ઉપાધ્યાયની (Ritesh Upadhyay) વરણી થઈ છે.

  • ઉપપ્નમુખનો હોદ્દો નીલમ શાહે મેળવ્યો, સ્થાયી સમિતિના સભ્યોના નામની જાહેરાત બાકી
  • દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓમાં મહિલાઓનો દબદબો

વ્યારા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે નીલમ શાહ અને કારોબારી ચેરમેન તરીકે દિલીપ જાદવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વ્યારા નગરપાલિકામાં પક્ષના નેતાનો હોદ્દો મહેશ ગામીતને અને દંડકનો હોદ્દો જમના બિરાડેને પ્રાપ્ત થયો છે.

સુરતના 38માં મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરાયું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયાવાલાની નિમણૂંક કરાઈ છે.

સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યોમાં દીનાનાથ ચોધરી, ડિમ્પલ કાપડિયા, સુમન ગડિયા, નરેશ ધામેલિયા, ગીતા રબારી, ઘનશ્યામ સવાણી, આરતી વાઘેલા, નીરાલા રાજપૂત, અલકા પાટિલ, જીતેન્દ્ર સોલંકી, ભાવિશા પટેલનો સમાવેશ થાય છે.

રાજ્યના વિવિધ નગરપાલિકાઓમાં પસંદગી પામેલા હોદ્દેદારો
સૌપ્રથમ સોમવારે અમદાવાદ અને વડોદરા નગરપાલિકાને નવા મેયર મળ્યા હતા. સોમવારે અમદાવાદમાં પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે દેવાંગ દાણી અને શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક કરાઈ હતી.

વડોદરા નગરપાલિકાની સુકાન પિન્કીબેન સોનીને આપવામાં આવી હતી. વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે ડૉ.શિતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરાઈ હતી.

રાજકોટની વાત કરવામાં આવે તો, મેયર તરીકે નયનાબેન પેઢડિયાની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરેને સ્થાન આપવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના નવા મેયર વિનોદ ખીમસૂર્યાનું નામ જાહેર થયું છે.

જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરનું પદ ક્રિષ્નાબેન સોઢાને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ નિલેશ કગથરાને મળ્યું. જ્યારે આશીષ જોષી પક્ષના નેતા અને કેતન નાખવા દંડક બન્યા હતા.

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ, ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની પસંદગી કરાઈ છે. જ્યારે રાજુ રાબડીયાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કિશોર ગુરુમુખાણીને શાસક પક્ષ નેતા અને ઉષાબેન બધેકાને દંડકનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top