Sports

જિમ્નાસ્ટ દીપા કમલાકારની વધી મુશ્કેલી: 21 મહિનાનો લાગ્યો બેન

નવી દિલ્હી : રિયો ઓલમ્પિક (Rio Olympics) 2016માં ઐતિહાસિક પ્રદર્શન કરી ભારતનું નામ રોશન કરનાર જિમ્નાસ્ટ (Gymnast) દીપ કમલાકરની (Deepa Kamlakar) મુશ્કેલીઓ વધી ગઈ છે. ડોપિંગ નિયમોની (Doping Rules) અવગણના કરવા બદલ તેને દોશી ઠહેરાવવામાં આવી છે. આ મામલો પાછલા વર્ષનો છે પણ નાડા, સાઈ અને જીમનાસ્ટિક અસોસિએશને આ વાત ઉપર મૌન સાધ્યું હતું. ડોપ ટેસ્ટિંગ 2 ઓક્ટોબર વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત પધાર્થ હાઈજેનામાઇન માટે તેમના ટેસ્ટ પોઝેટીવ આવ્યા હતા. ITA (ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા કરાયેલા ટેસ્ટના સેમ્પલમાં દીપાએ તેનું સેવન કર્યું હોવાનું બાહર આવ્યું હતું. જેને કારણે તેની ઉપર હવે 21 મહિનાઓનો બેન લાગી ગયો છે. તેમની ઉપર લાદવામાં આવેલા આ બેનની તારીખ આગામી 21 મહિના એટલે કે જુલાઈ 2023 સુધી લાગુ રહેશે..

  • જિમ્નાસ્ટ દીપા કમલાકારની વધી મુશ્કેલી: 21 મહિનાનો લાગ્યો બેન
  • ડોપિંગ નિયમોની અવગણના કરવા બદલ તેને દોશી ઠહેરાવવામાં આવી છે
  • બેનની તારીખ આગામી 21 મહિના એટલે કે જુલાઈ 2023 સુધી લાગુ રહેશે

હાઈજેનામાઇન પદાર્થને 2017થી બેન પાદાર્થના લિસ્ટમાં ઉમેર્યો છે
યુનાઈટેડ સ્ટેટસ એન્ટી ડોપિંગ એજન્સી (USADA) ના જણાંવ્યા પ્રમાણે દીપાના સેમ્પલમાં મળેલા હાઈજેનામાઇન એક એનર્જી બુસ્ટર છે. જે ઉર્જાને વધારવામાં મદદ કરે છે. આ પદાર્થને WADAની 2017માં બેન પાદાર્થના લિસ્ટમાં ગણવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ પદર્થ એસ્થમાં (દમ)ના રોગનું વિરોધના રૂપમાં કામ કરે છે.એટલેકે આનો ઉપયોગ દમ જેવી બીમારીમાં કરવામાં આવે છે. વધુમાં હાઈજેનામાઇનને કાર્ડિયોટોનિક તરીકે પણ વપરાશમાં લઇ શકાય છે જેનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે.

દીપાના ડોપ ટેસ્ટના નમૂના આવ્યા હતા પોઝેટીવ
આઇટીએની વેબસાઈટ ઉપર આ મામલાની જાણકારી મુકવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે,દીપા ઉપર 21 મહિલા સુધીનો બેન લગાવવામાં આવ્યો છે. તે 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે. તેમાં એ પણ ઉલ્લેકખ કરવામાં આવ્યો છે કે આ કેસ FIG એન્ટી ડોપિંગ નિયમો હેઠળ કલમ 10.8.2નું ઉલ્લંઘન કરતો જણાયો છે અને તે જ હેઠળ સજા કરવામાં આવી છે. આ ટેસ્ટનો નમૂનો 11 ઓક્ટોબર 2021માં લેવામાં આવ્યો હતો. જે પોઝિટિવ સાબિત થયો હતો. અને ત્યારથીજ એથેલેટિકને ડી કોલીફાઇડ કરી દેવામાં આવી હતી.

દીપાને ગોલ્ડાન ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે
અત્રે ઉલ્લેખનીય છે કે દીપાએ રિયો ઓલમ્પિક 2016માં ચોથું સ્થાન મેળવવાની અનોખી સિદ્ધિ હાસિલ કરીને ભારતનું નામ વિશ્વના ફલક ઉપર રોશન કર્યું હતું. ઓલમ્પિકમાં આ પ્રકારનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કહેવાય છે. ત્રપુરામાં રહેનારી દીપા કામળાકારે તુર્કીના મેર્સિનમાં FIG આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપની વૉલ્ટ સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ કારનામો કરનારી દીપ ભારતની પહેલી એવી જિમ્નાસ્ટ બની હતી જેને ગોલ્ડાન ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે.

Most Popular

To Top