સુરત : દેશભક્તિ, એકતા અને ભાઈચારાના સંદેશા સાથે રિંગ-રોડ (Ring Road ) કાપડ માર્કેટમાં (cloth market) બુધવારે ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra ) નીકળી હતી. સાંજે 4:00 કલાકે કાપડ માર્કેટથી નીકળેલી તિરંગા યાત્રા ચાર કિલોમીટર (4 kilometers) ના વિવિધ રૂટ ઉપરથી પસાર થતા રિંગ-રોડના રસ્તાઓ સંપૂર્ણ તિરંગાના રંગે રંગાઈ ગયા હતા. યાત્રામાં વિવિધ ઝાંખીઓનું ભવ્ય પ્રદર્શન જોવા માટે લોકોની ભીડ મોટી સંખ્યામાં રિંગરોડ કાપડ માર્કેટક વિસ્તારમાં ઉમટી પડી હતી.
રિંગરોડનો આખો રૂટ તિરંગાને રંગે રંગાયો
તિરંગા યાત્રા અંગેની જાહેરાત ઘણા દિવસ અગાઉ કરી દેવામાં આવી હતી. કાપડ માર્કેટ અને શહેરમાં ઉપરાંત મીડિયા ઉપર તેનું કેમ્પઇનિંગ ચલાવવામાં આવ્યું હતું. ભગવા યાત્રા સમિતિ દ્વારા આયોજિત સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે કાપડ માર્કેટ તિરંગાથી શોભી ઉઠ્યું હતું. યાત્રા કાપડ માર્કેટના અગ્રણીઓ તથા તમામ વર્ગના લોકોએ ભાગ લઈને યાત્રાને સફળ બનવી હતી. વધુમાં કાપડ બજાર સાથે સંકળાયેલા વેપારીઓ એક સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,પૂર્ણેશ મોદી સહીતના આગેવાનો યાત્રામાં જોડાયા હતા.આ ઉપરાંત હજારોની સંખ્યામાં પદયાત્રામાં અનેક લોકો ઉપસ્થિત રહી દેશની એકતા અને અખંડિતતાની મિસાલ કાયમ કરી દીધી હતી.
મનમોહક ઝાંખીની પ્રદર્શનીથી લોકો થયા મંત્રમુગ્ધ
લગભગ 4 કિમીની યાત્રામાં દેશભક્તિ,એકતા, ભાઈચારાનો સંદેશ આપતી અનેક પ્રકારની ઝાંખીઓ જોવા મળી હતી. દેશભક્તિની થીમ ઉપર રંગબેરંગી પોશાકમાં લોકો જોવા મળ્યા હતા.અનેક બાળ કલાકારો દેશભક્તિના ગીતો ગાઈને ઉત્સાહ વધાર્યો હતો. તલવારબાજી સહિત અનેક પ્રકારના હેરાન કરી દે તેવા કરતબો જોવા મળ્યા હતા. રેલ્વે સાથે જોડાયેલા અધિકારીઓ, કુલી ભાઈઓ પણ તેમના યુનિફોર્મ પરિધાન કરીને આ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં અનેક કલાકરોએ રથ પર દેશભક્તિના ગીતો ગાઈને તેની કલાકૃતિ દર્શાવી હતી. કલાકરોએ ઉપસ્થિત લોકોને ડોલાવ્યા હતા.ઉપરાંત રિગરોડ ઉપર જ્યાં જુઓ ત્યાં તિરંગાઓ જ નજરે ચડી રહ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તરફે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટી એન્ડ ટીવી અને સરકારી નર્સિંગ કોલેજના ૫૦૦ જેટલા વિધાર્થીઓ અને ૩૦૦ જેટલા નર્સિંગ સ્ટાફ દ્વારા તિરંગા પદ યાત્રા યોજી હતી. આ યાત્રામાં વિધાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે દેશભકિતના નારાઓ સાથે સિવિલ કેમ્પસમાં કિડની હોસ્પિટલથી મેડીકલ કોલેજ સુધી પરિભ્રમણ કર્યું હતું. આ તિરંગા પદ યાત્રામાં ધારાસભ્યશ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ જોડાયા હતા.
ઓલપાડના વિદ્યાર્થીઓએ સ્વ બચતે તિરંગા ખરીદ્યા હતા
આ તરફ જિલ્લાના ઓલપાડ તાલુકા વિસ્તારના સર્કીટ હાઉસથી મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સુધી તિરંગા યાત્રામાં યોજાઈ ગઈ હતી. તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું.જેમાં યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ પોતાની સ્વબચતથી તિરંગો ઝંડો ખરીદીને યાત્રામાં જોડાયા હતા.જે ખુબ ગર્વ લેવા જેવો વિષય કહી શકાય.