ન સલમાન, ન ઇમરાન ,આ અભિનેતાએ ભજવ્યો અંડરવર્લ્ડ ડોનનો રોલ
Dhurandhar: The Revenge આજે 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેની સાથે જ સૌથી મોટો સસ્પેન્સ પણ ખુલ્લો પડી ગયો છે. ફિલ્મમાં ‘બડા સાહેબ’ કોણ છે તે અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે.
‘બડા સાહેબ’ કોણ છે? : ફિલ્મમાં ‘બડા સાહેબ’નો પાત્ર અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahim પરથી પ્રેરિત છે. આ મહત્વપૂર્ણ અને રહસ્યમય ભૂમિકા અભિનેતા Danish Iqbalએ ભજવી છે.ફિલ્મ રિલીઝ પહેલાં ચર્ચા હતી કે આ રોલ Salman Khan, Emraan Hashmi અથવા Akshay Kumar ભજવી શકે, પરંતુ મેકર્સે નવા ચહેરા સાથે ચોંકાવ્યું છે.
પાત્રમાં શું છે ખાસ? : ફિલ્મમાં ‘બડા સાહેબ’નો સ્ક્રીન સ્પેસ ઓછો હોવા છતાં તેની અસર જોરદાર છે. પાત્રને વૃદ્ધ અને બીમાર હાલતમાં બતાવવામાં આવ્યું છે , કિડનીની બીમારી સાથે મશીનોના સહારે જીવતો દેખાય છે, પાત્ર પરદા પાછળથી દેશવિરોધી સાજિશો રચતો માસ્ટરમાઈન્ડ છે, ફિલ્મમાં Ranveer Singhનો પાત્ર ‘હમઝા’ તેની મુલાકાત Arjun Rampal દ્વારા કરે છે, જે મેજર ઇકબાલની ભૂમિકામાં છે.
દાનિશ ઇકબાલ કેમ ખાસ? : Danish Iqbal એક મજબૂત થિયેટર આર્ટિસ્ટ છે અને અગાઉ Maharaniમાં તેમની એક્ટિંગ માટે વખાણ મળ્યા છે. તેમના અનુભવને કારણે આ જટિલ પાત્રને નવી ઊંચાઈ મળી છે.
સ્ટારકાસ્ટ અને બોક્સ ઓફિસ પર ધમાલ : ફિલ્મમાં Ranveer Singh સાથે R. Madhavan, Sanjay Dutt અને Arjun Rampal જેવા મોટા નામો જોવા મળે છે. ઈદ રિલીઝનો લાભ મળતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી છે. એડવાન્સ બુકિંગના આંકડાઓ પણ રેકોર્ડ સ્તરે રહ્યા હતા, જેના કારણે સિનેમાઘરોમાં ‘હાઉસફુલ’ના બોર્ડ લાગી ગયા છે.
કુલ મળીને, ‘બડા સાહેબ’ને લઈને બનેલી હાઈટ ભલે થોડી ઓછી લાગી હોય, પરંતુ દાનિશ ઇકબાલની એક્ટિંગ ફિલ્મને અલગ જ લેવલ પર લઈ જાય છે.