સાપુતારા: ડાંગ જિલ્લામાં શનિવારે ‘કોરોના’નો એક પણ નવો કેસ નહિ નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે. સામે 6 દર્દીઓ સાજા થતાં તેમને આજે રજા આપવામાં આવી છે. એવી માહિતી ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળી હતી.
આ અગાઉ કુલ 628 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 556 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 72 એક્ટિવ કેસ નોંધાયા છે. આ એક્ટિવ કેસો પૈકી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 58 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 882 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10176 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામાં આજની તારીખે કુલ 78 કન્ટેન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 252 ઘરોને આવરી લઈ 1103 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)માં 390 ઘરોને સાંકળી લઈ 1600 લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 56 RT PCR અને 130 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 186 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 56 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 48424 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 47740 નેગેટિવ રહ્યા છે.
વેક્સિનેસનની વિગતો જોઈએ તો જિલ્લામાં આજદિન સુધી 2101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4919 (98 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 28052 (45+) 48 ટકા નાગરિકો મળી કુલ 35072 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. કોરોનાને કારણે આજે જિલ્લામાં એક મૃત્યુ નોંધાતા અહીં આજદિન સુધી કુલ ૨૫ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે…