National

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાએ રાજીનામું આપતા પહેલા મૂકી શરત- મને સુરક્ષિત રીતે બહાર જવા દો

નવી દિલ્હી: શ્રીલંકાના (Shrilanka) રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું (Resignation) આપતા પહેલા શરતો (Condition) મૂકી છે. તેમણે પરિવાર (Family) સાથે પોતાની સુરક્ષાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે તેમને તેઓના પરિવાર સાથે દેશની (Country) બહાર દેવામાં આવે. ગોટાબાયા દ્વારા ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 13 જુલાઈના રોજ પદ પરથી રાજીનામું આપશે. જો કે, વિરોધીઓ તાત્કાલિક રાજીનામાની તેમની માંગ પર અડગ હતા. હવે ગોટાબાયાની આ શરતોએ ફરી એકવાર શ્રીલંકામાં વાતાવરણ ગરમ કર્યું છે.

  • ગોટાબાયાની આ શરતોએ ફરી એકવાર શ્રીલંકામાં વાતાવરણ ગરમ કર્યું
  • ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સ્પીકરને રાજીનામાની જાણકારી આપી હતી
  • રાષ્ટ્રપતિ બુધવારે રાજીનામું નહીં આપે તો કોલંબોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા

જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સ્પીકરને રાજીનામાની જાણકારી આપી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં સ્પીકર સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિના રાજીનામાનો કોઈ ઉલ્લેખ નહોતો. ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાજીનામું આપવાના છે, પરંતુ તે પહેલા તેમણે પોતાને અને તેમના પરિવાર માટે દેશની બહાર જવા માટે સલામત માર્ગની માંગ કરી છે. ગઈકાલે રાત્રે રાજપક્ષેના ભાઈ અને પૂર્વ નાણા મંત્રી બાસિલ રાજપક્ષેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સ્ટાફ અને એરપોર્ટના કર્મચારીઓએ દેશ છોડતા અટકાવ્યા હતા. ભારે વિરોધ અને ઈમિગ્રેશન સ્ટાફની ગેરહાજરીને કારણે બેસિલ રાજપક્ષેને પરત ફરવું પડ્યું હતું. બેસિલ શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન છે. તાજેતરમાં તેમણે રાજીનામું આપ્યું હતું.

જો રાષ્ટ્રપતિ બુધવારે રાજીનામું નહીં આપે તો કોલંબોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. રાજપક્ષે 40 કલાક સુધી રાજીનામા પર ચૂપ્પી સાઘી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજપક્ષે જ્યાં સુધી તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે દેશની બહાર નહીં જાય ત્યાં સુધી રાજીનામું નહીં આપે. હાલમાં વિપક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પક્ષ આ સૂચન સ્વીકારવા તૈયાર નથી. સ્પીકર હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલા રાષ્ટ્રપતિએ સ્પીકર સાથે વાત કરી હતી અને બુધવારે તેમના રાજીનામાની જાણકારી આપી હતી. પરંતુ છેલ્લા 40 કલાક દરમિયાન, તેમણે બુધવારે સંભવિત રાજીનામા અંગે સ્પીકર સાથે કોઈ વાતચીત કરી ન હતી.

Most Popular

To Top