Business

ડૉ. ફૌચી અમેરિકાના રાષ્ટ્રપતિના મુખ્ય તબીબી સલાહકારનું પદ છોડશે

નવી દિલ્હી: યુએસ (US) એપિડેમિયોલોજિસ્ટ ડૉ એન્થોની ફૌચી ડિસેમ્બરમાં (December) યુએસ પ્રમુખ જો બિડેનના મુખ્ય તબીબી સલાહકાર તરીકે રાજીનામું (Resignation) આપશે. મળતી માહિતી અનુસાર તેમણે કહ્યું કે તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર અને રાષ્ટ્રપતિ બિડેનના મુખ્ય તબીબી સલાહકાર તરીકેના પદ પરથી રાજીનામું આપશે. ડૉ ફૌચી હાલમાં યુએસ પ્રમુખ જો બિડેનના મુખ્ય તબીબી સલાહકાર છે. આ સિવાય તેઓ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફેક્શન ડિસીઝના ડાયરેક્ટરનું પદ પણ સંભાળી રહ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન ફૌચીની સલાહને સમગ્ર વિશ્વમાં મહત્વ મળ્યું. તેમણે કોરોના વાયરસ સામેની લડાઈમાં રસીના ઉપયોગને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.

કોરોના રોગચાળા દરમિયાન, ફૌચીની સલાહને સમગ્ર વિશ્વમાં મહત્વ મળ્યું હતું. તેમણે કોરોના વાયરસ સામેની લડાઈમાં રસીના ઉપયોગને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રપતિ બિડેને ફૌચીના કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે આરોગ્યના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. તેમના કાર્યોથી સમગ્ર વિશ્વને ફાયદો થયો છે. બિડેને કહ્યું કે ભલે ફૌચી સમગ્ર અમેરિકામાં રૂબરૂ મળ્યા ન હોય, પરંતુ તેમણે તેમના કામથી દરેક અમેરિકનના જીવનને સપ્રશ્યું છે. તેઓ તેમની જાહેર સેવા માટે હૃદયપૂર્વક આભાર માને છે. તેમણે કહ્યું કે ડૉ. ફૌચી આગળ જે પણ કરશે તેનાથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.

મળતી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડો ફૌસીનો ઝઘડો જાણીતો હતો. ટ્રમ્પે ઘણી વખત ફૌચી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં, ટ્રમ્પે જાહેરમાં ફૌચીને બરતરફ કરવાની વાત કરી હતી. ફૌચીને હટાવવા માટે ટ્રમ્પની ચૂંટણી રેલીઓમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે, રાજકીય નુકસાનને કારણે ટ્રમ્પે આમ કર્યું ન હતું. એન્થોની ફૌચી ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળથી યુએસ રાષ્ટ્રપતિના ટોચના આરોગ્ય સલાહકાર છે.

ડૉ એન્થોનીએ વર્ષ 1984માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝ (NIAID)ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી અને સતત 38 વર્ષ સુધી NIAIમાં સેવા આપી હતી. આ સમય દરમિયાન તેણે એઈડ્સ, નાઈલ વાયરસ, ઈન્ફલ્યુએન્ઝા, ઈબોલા, ઝીકા જેવા વાયરસ સામે લડવા માટે ઉપયોગી એવા સંશોધનો માટે મોટી ભૂમિકા ભજવી હતી. જાન્યુઆરી 2020 થી, તે યુએસ 2019-20 કોરોનાવાયરસ રોગચાળાને સંબોધતી વ્હાઇટ હાઉસ કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય છે. આ સમય દરમિયાન તે આખી દુનિયામાં સૌથી વધુ જોવામાં આવતા ચહેરાઓમાંથી એક બની ગયા હતા.

Most Popular

To Top