National

કેદારનાથમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 218 લોકોને એરલિફટ કરી બચાવાયા

નવી દિલ્હી: કેદારનાથમાં (Kedarnath) ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલું રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ગઇકાલે રવિવારે પૂર્ણ થયું હતું. અગાઉ ઉત્તરાખંડમાં (Uttarakhand) કેદારનાથ પાસે વાદળ ફાટવાથી વિનાશક ભૂસ્ખલન થયું હતું. ત્યારે પહાડી વિસ્તારમાં આ ભૂસ્ખલનને કારણે ઘણા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા.

મળેલી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ કેદારનાથ વિસ્તારમાં ભૂસ્ખલન પીડિત લોકોને બચાવવામાટે લગભગ 10 દિવસ સુધી એક મોટું બચાવ અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત 218 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત થવા છતાં, એરફોર્સે હજુ પણ તેના એક હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય પર રાખ્યું છે, કે જેથી જો કોઇ વ્યક્તિ હજી સુધિ ત્યાં ફસાયેલું હોય તો તેને પણ બચાવી શકાય.

વાયુસેનાએ આપેલા નિવેદન અનુસાર ગૌરીકુંડમાંથી 218 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યાં વાદળ ફાટવાને કારણે વિનાશક ભૂસ્ખલન થયું હતું. 10 દિવસના ઓપરેશનમાં ભારતીય વાયુસેનાના Mi-17 V5 અને ચિનૂક હેલિકોપ્ટરોએ વૃદ્ધો, ઘાયલ અને બીમાર લોકોને બચાવવા માટે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. આ ઉપરાંત અહીં ફસાયેલા લોકોને રાહત આપવા માટે વાયુસેનાએ 6 ટનથી વધુ રાહત સામગ્રી એરલિફ્ટ કરી હતી.

આ વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત થયો હતો
એરફોર્સના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં એક ચિનૂક હજુ પણ સ્ટેન્ડબાય પર છે, જ્યારે Mi-17 V5 હટાવી દેવામાં આવ્યુ છે. રવિવારે આ સંદર્ભમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડના કેદારનાથમાં ઘણા દિવસો સુધી ચાલેલા બચાવ અભિયાનને પૂર્ણ કરી લીધું છે. આ વિસ્તાર તાજેતરમાં ભૂસ્ખલનથી પ્રભાવિત થયો હતો. ભારતીય વાયુસેનાએ રવિવારે કેદારનાથ ખીણમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા બાદ બચાવ કાર્ય સમાપ્ત કર્યું.

વિશેષ કસરત ‘તરંગ શક્તિ’નું આયોજન
ભારતીય વાયુસેના દ્વારા દેશમાં એક વિશેષ અભ્યાસ ‘તરંગ શક્તિ’નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો તમિલનાડુના સુલુરમાં પ્રથમ તબક્કાનો અભ્યાસ ચાલી રહ્યો છે. રવિવારે ભારતીય વાયુસેનાએ વિવિધ દેશોના વાયુસેનાના અધિકારીઓ અને નિષ્ણાતો સાથે અભ્યાસ ચાલુ કર્યો હતો. ત્યારે ભારતમાં આ પ્રથમ બહુરાષ્ટ્રીય અભ્યાસ છે. આ બહુરાષ્ટ્રીય અભ્યાસનો પ્રથમ તબક્કો તામિલનાડુના સુલુરમાં 14 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. હાલમાં ભારતીય વાયુસેના ઉપરાંત જર્મની, ફ્રાન્સ, યુકે અને સ્પેનની વાયુસેનાએ પણ તેમાં ભાગ લીધો છે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે કુલ 51 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ યુએસ એરફોર્સ પણ આ અભ્યાસના બીજા તબક્કામાં ભાગ લેવા જઈ રહી છે.

Most Popular

To Top