સુરત : સગરામપુરામાં આવેલી સિમ્ગા (SYMGA) સ્કૂલ દ્વારા 21 વર્ષ સુધી ભાડુ (RENT) નહીં ચૂકવાતા મૂળ જમીન માલિકોએ વકફબોર્ડમાં કરેલા દાવાને મંજૂર કરાયો છે. વકફ બોર્ડે સ્કૂલ સંચાલકોને આદેશ (ORDER) કરીને જમીનનો કબજો મૂળ માલિકોને 30 દિવસમાં જ સોંપી દેવા માટે આદેશ કર્યો છે. આમ વર્ષોથી ચાલતી સિમ્ગા સ્કૂલને તાળા (LOCK) મારવા પડે તેવી વિકટ પરિસ્થિતી સર્જાઇ છે. અને આના કારણે જ વિદ્યાર્થીઓનું ભાવી શિક્ષણ પણ જોખમમાં મુકાયું છે.
આ કેસની વિગત મુજબ શહેરના સગરામપુરામાં આવેલી સુરત યંગ મુસ્લિમ ગ્રેજ્યુએટ્સ એસોસિએશન (SYMGA) સ્કૂલની જગ્યાના માલિક (OWNER) મદીના મુનવ્વરહ છે. આ મિલકત 3470 વારમાં આવેલી છે અને 1 વારના માસિક રૂા. 1 લેખે ટોકન ભાડા ઉપર સિમ્ગા સ્કૂલને આપવામાં આવી હતી. સાથે જ જેમ જેમ મિલકતના માળ વધારતા જાય તેમ તેમ જગ્યાનું ભાડું વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે વકફ બોર્ડ (VAKAF BOARD)ની જગ્યા સિવાય બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પણ સિમ્ગા સ્કૂલના સંચાલકો દ્વારા ગેરકાયદે દબાણ કરાયું હતુ.
સ્કૂલ સંચાલકો દ્વારા અંદાજે રૂા. 8 લાખનું કૌભાંડ (SCAM) આચરાયું છે અને તેમણે આ ભાડુ ચૂકવ્યું ન હંતુ. જેથી છેલ્લા 21 વર્ષ કરતા પણ વધુ સમયથી સ્કૂલ સંચાલકો (TRUSTY)એ મુળ જમીન માલિકોને ભાડુ ચૂકવ્યું જ ન હોવાને લઇને માલિક મદિના મુનવ્વર દ્વારા ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી અને 8,00,800 ભાડુ મેળવવા તેમજ જગ્યાનો કબજો મેળવવા અરજી કરવામાં આવી હતી. ત્યારે વકફ બોર્ડે ચૂકાદો આપતા કહ્યું કે, બાકી ભાડુ રૂા. 8,00,800, ફરિયાદ પછીનું રૂા. 50 હજાર ભાડુ 30 દિવસમાં ચૂકવી આપવા તેમજ મિલકતનો કબજો આગામી 30 દિવસમાં જ મિલકત માલિકને સોંપી દેવા માટે સુરતના જિલ્લા કલેક્ટર (COLLECTOR) અને પોલીસ કમિશનર (POLICE COMMISSIONER)ને આદેશ કરાયો હતો.
4500 થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી શિક્ષણ જોખમમાં
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં સિમ્ગા સ્કૂલમાં ધો. 1 થી 12 સુધી કુલ 4500 વિદ્યાર્થી (STUDENTS)ઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ વકફ બોર્ડે સિમ્ગા સ્કૂલ સંચાલકોને મિલકતનો કબજો માલિકને સોંપી દેવાનો હુકમ કરતા ચકચાર મચી ગઇ છે. ત્યારે જો આ શાળાના સઁચાલકો આ તમામ શરતોને આધીન નહીં ઉતરે તો તેનો બદલો બાળકોએ ચૂકવવો પડશે. હાલમાં સિમ્ગા સ્કૂલમાં 4500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓનું ભણતર દાવ ઉપર લાગી ગયું છે.