ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi ) નવી દિલ્હીથી વર્ચ્યુઅલ (virtual) માધ્યમથી જોડાઇને રિવેમ્પડ (Revamped) ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ (lounch) કરી હતી એટલુ જ નહીં નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલ(National Solar Rooftop Portal) નું પણ લોન્ચિંગ(Lonching) કર્યું હતું. પીએમ મોદીએ આ અવસરે ગુજરાતના કવાસ ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સહિત દેશના વિવિધ રાજ્યોના ઊર્જા પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનએ દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ સમારંભમાં જોડાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ઊર્જાને માનવજીવનની જરૂરિયાત અને જીવનનો હિસ્સો ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે નવિન ઊર્જાસ્ત્રોત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ હવેના સમયની માંગ છે. પીએમ મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું જે સપનું જોયુ છે તેમાં આ રિન્યુએબલ એનર્જી સેક્ટરનું પણ ઘણું મહત્વ છે.
કનુભાઇ દેસાઇએ લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત કર્યાં
ભૂપેન્દ્ર પટેલ તથા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ઉજવલ ભારત ઉજવલ ભવિષ્ય પાવર@2047 અંતર્ગત પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં આયોજિત વીજળી મહોત્સવમાં સહભાગી થઇને રૂફટોપ તથા સોલાર પ્લાન્ટના ગુજરાતના લાભાર્થીઓને તથા ઝૂંપડપટ્ટી વીજળીકરણ અન્વયે વિનામૂલ્યે વીજકનેક્શન મેળવનારા લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જીને હંમેશા પ્રોત્સાહન આપતી આવેલી છે. ચારણકા સોલાર પાર્ક અને સોલાર રૂફટોપ જેવા પ્રોજેક્ટથી ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું દિશાદર્શક રાજ્ય બન્યુ છે.
રિન્યુએબલ ઊર્જાની ક્ષમતામાં ૧૦૫ ટકાનો વધારો
પાછલા બે દાયકાઓમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકારે સોલાર પોલિસી, વિન્ડ એનર્જી પોલિસી, સ્મોલ હાઇડ્રો પોલિસી તથા હાઇબ્રીડ એનર્જી પોલિસી જેવી અનેક પોલિસીઓનો સફળ અમલ કર્યો છે. આના પરિણામે રિન્યુએબલ ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતામાં ૧૦૫ ટકાનો વધારો થયો છે. ર૦૦૧માં આ ક્ષમતા ૧૬પ મેગાવોટ હતી તે ર૦રરમાં ૧૭,૩૦૦એ પહોંચી છે.
કચ્છમાં બની રહ્યો છે સૌથી મોટો એનર્જી પાર્ક
પીએમ મોદીના માર્ગદર્શનમાં કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ ક્ષમતાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં લોકોને વીજળીના ઉપયોગ અને ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા સોલાર રૂફટોપ યોજનાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ર લાખ ૯૬ હજાર ૭પ૦ થી વધુ વીજગ્રાહકોએ સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને રૂ. ૧૯રર કરોડથી વધુની સબસિડી મેળવી છે.