National

રાજદ્રોહના કેસમાં શરજીલ ઈમામને રાહત, હાઈકોર્ટે આટલા વર્ષો બાદ જામીન મંજૂર કર્યા

નવી દિલ્હી: આશરે સાડા વર્ષો જેલમાં વિતાવ્યા બાદ આજે બુધવારે શરજીલ ઇમામને રાહતના સમાચાર મળ્યા હતા, અસલમાં રાજદ્રોહના ગુના હેઠળ શરજીલને વર્ષ 2020માં નીચલી કોર્ટે શરજીલને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાંથી સાડાચાર વર્ષો જેલમાં વિતાવ્યા બાદ આખરે શરજીલને દિલ્હી હાઈકોર્ટે વૈધાનિક જામીન (Bail) આપી દીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શરજીલ વિરુદ્ધ તેમના કથિત ભડકાઉ ભાષણો બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં શરજીલને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલે ફેબ્રુઆરી 2022માં દિલ્હીની કર્કડૂમા કોર્ટે શરજીલ ઇમામને વૈધાનિક જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી શરજીલે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણો અને રાજદ્રોહ કેસમાં શરજીલ ઈમામને આજે જામીન આપ્યા હતા.

શરજીલે કથિત ભડકાઉ ભાષણો જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપ્યા હતા. દરમિયાન શરજીલ ઇમામ પર CAA વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાડી કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ જાન્યુઆરી 2022 માં દિલ્હીની એક અદાલતે આ મામલે કર્યવાહી કરી શરજીલને જેલની સજા સંભળાવી હતી. ત્યાર બાદ તેમણે પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જેને ફગાવી દેવામાં હતી. ત્યાર બાદ શરજીલે આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કથિત રાજદ્રોહના કેસમાં આજે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે દિલ્હી રમખાણો કેસના આરોપી શરજીલ ઇમામની વૈધાનિક જામીન અરજીનો વિરોધ કરી કહ્યું હતું કે, દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના નામે હિંસાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં શરજીલે ભડકાઉ ભાષણો આપી ભીડને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.

શરજીલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘જો તમે રસ્તા પર નહીં ઉતરો તો તેઓ તમને ખતમ કરી દેશે.’ શરજીલના ભાષણોમાં ચક્કાજામ, બાબરી, ટ્રિપલ તલાક અને કલમ 370 પર ચર્ચા કરવામાં આવી હતી. શરજીલ ઈમામે ચિકન નેક કોરિડોરને બ્લોક કરીને ઉત્તર-પૂર્વીય ભાગને દેશના બાકીના ભાગથી અલગ કરવાની વાત પણ કરી હતી.

શરજીલ ઇમામ 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં હતા 
11 માર્ચે હાઈકોર્ટે શરજીલ ઈમામની વૈધાનિક જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. શરજીલ ઈમામ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું હતું કે, શરજીલે 7 વર્ષની મહત્તમ સજામાંથી અડધી સજા ભોગવી છે. ત્યારે તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શરજીલ ઇમામ 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં છે.

Most Popular

To Top