National

યુદ્ધ વચ્ચે ભારતને રાહત: 16,714 ટન રસોઈ ગેસ સાથે પાઇક્સિસ પાયનિયર જહાજ મેંગલોર પહોંચ્યું, આગળ પણ સપ્લાય યથાવત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને Strait of Hormuzમાં ઊભા થયેલા અવરોધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રસોઈ ગેસની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે રવિવારે વધુ એક ગેસ ભરેલું જહાજ સુરક્ષિત રીતે દેશમાં પહોંચ્યું છે. અમેરિકાના ટેક્સાસમાંથી નીકળેલું અને સિંગાપોર ધ્વજ ધરાવતું ‘પાઇક્સિસ પાયનિયર’ જહાજ 16,714 ટન રસોઈ ગેસ સાથે Mangalore Port પર પહોંચી ગયું છે. આ જહાજ 14 ફેબ્રુઆરીએ યુરોપના બંદર પરથી રવાના થયું હતું અને હવે સોમવારે પરત જવાનું છે. મેંગલોર બંદર પર કુલ મળીને આશરે 72,000 ટન ગેસ પહોંચવાનો અંદાજ છે.

આ ગેસ પાઇપલાઇન દ્વારા Bengaluru સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે, જેના કારણે ઘરેલુ ગેસ સપ્લાયમાં સ્થિરતા રહેવાની શક્યતા છે. આ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને Donald Trumpએ Iranને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો હોર્મુઝ વિસ્તારમાં જહાજોની અવરજવર સામાન્ય નહીં બને તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રો સામે કડક પગલાં લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે Iran અને Israel વચ્ચેનો સંઘર્ષ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશી ગયો છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આવા સમયમાં ભારત સુધી સતત ગેસ સપ્લાય પહોંચવું દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ રાહત ગણાઈ રહ્યું છે.

આગામી દિવસોમાં પણ ગેસ સપ્લાય ચાલુ રહેવાનો આયોજન છે:

  • 25 માર્ચે ‘અપોલો ઓશન’ જહાજ લગભગ 26,000 ટન ગેસ લઈને આવશે (Indian Oil Corporation અને Bharat Petroleum માટે)
  • 29 માર્ચે વધુ એક જહાજ આશરે 30,000 ટન ગેસ લઈને આવશે (Hindustan Petroleum માટે)

Most Popular

To Top