Gujarat

સરકારી નોકરીમાં ભરતી માટે હવે એક જ બોર્ડ રચવાની વિચારણા

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા હવે જુદા જુદા સંવર્ગની ભરતી માટે જુદા જુદા ભરતી બોર્ડની (Recruitment Board) જગ્યાએ એકજ ભરતી બોર્ડની રચના કરવી તેવી વિચારણા ચાલી રહી છે. જેના પગલે પેપર લીકની ઘટનાઓ પણ રોકી શકાશે.

ગાંધીનગરમાં જુદા જુદા ભરતી બોર્ડ બંધ કરીને તેના બદલે એકજ બોર્ડ બનાવવું તેવી વિચારણા સરકારે શરૂ કરી દીધી છે. ટૂંક દિવસોમાં કેબિનેટમાં આ મુદ્દે સરકાર મહત્વનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા રાજય સરકાર માટે પ્રતિ વર્ષ ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. તે મુજબ કલાસ -1 તેમજ કલાસ -2 અને કલાસ થ્રી સંવર્ગની ભરતી કરવામાં આવે છે. જો કે તેના માટે જુદા જદા ભરતી બોર્ડ બનાવવામાં આવ્યા છે. તેના બદલે એક જ ભરતી બોર્ડ આ કામગીરી કરે તે દિશામાં નિર્ણય લેવા સરકાર આગળ વધી રહી છે.

પેપર લીક રોકવા માટે તાજેતરમાં સરકારે વિધાનસભામા એક નવુ વિધેયક પસાર કરી દીધુ છે. જેને રાજયપાલની લીલી ઝંડી પણ મળી ચૂકી છે. પેપર લીકની ઘટનામાં 10 વર્ષની કેદ તથા 1 કરોડના દંડની જોગવાઈ પણ નવા કાયદામાં કરાઈ છે. આ ઉપરાંત સમગ્ર પેપર લીક કાંડમા જે આરોપી ઝડપાઇ તેની પ્રોપર્ટી પણ ટાંચમાં લેવાની જોગવાઈ કરાઈ છે.

Most Popular

To Top