Gujarat

રાજ્યમાં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં

ગાંધીનગર : રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫માં ૪,૭૮૧ મળીને કુલ ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કાયદા રાજ્યમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતુ કે, જાન્યુઆરી-૨૦૨૬માં વડોદરા શહેરમાં ૧,૧૩૧ પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ૪૭૫ બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજે ૬૫૯ બિનહથિયારી PSI અને ૧૨૯ હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે. છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં ૩૮૯ હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ૪૩૪ પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ

Most Popular

To Top