Gujarat

TAT પાસ ઉમેદવારોએ ભરતીના નવા પરિપત્ર સામે હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ : TAT પરીક્ષા (TAT Exam) પાસ કરનાર કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) અરજી કરી સરકાર દ્વારા ભરતી (Recruitment) અંગેના નવા જીઆર સામે વાંધો ઉઠાવ્યો છે, અને રજૂઆત કરી છે કે નવા પરિપત્રથી અગાઉ ટાટ પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોને નુકસાન થાય તેમ છે. ગુજરાત હાઇકોર્ટે આ અંગે રાજ્ય સરકાર સહિત પક્ષકારોને નોટિસ આપી છે. 15મી જૂન સુધી જવાબ રજૂ કરવા કહ્યું છે.

રાજ્યમાં 2018- 19માં ટાટ પાસ કરનાર લગભગ 120 જેટલા ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે, ભરતીના નવા નિયમ અંગે બહાર પડાયેલા પરિપત્રથી અગાઉ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવું છે. 2018- 19 થી અત્યાર સુધી લગભગ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ ભરતી પ્રક્રિયા ન થઈ નથી. કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા અટવાઈ હતી. જેને કારણે હાલ પૂરતા નવા ભારતીના નિયમો માટે બહાર પડાયેલો પરિપત્ર રદ કરવો જોઈએ અથવા અગાઉ ટેટ પાસ થયેલા ઉમેદવારોને નવા પરિપત્રમાં છૂટછાટ આપવી જોઈએ.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શિક્ષક બનવા માટેની ટેટની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ પ્રમાણે હવે ટેટમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે, અને તેને પગલે જ શિક્ષણ વિભાગે નવો પરિપત્ર જાહેર કર્યો છે.

Most Popular

To Top