ગુવાહાટી: મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર(Rebel) ધારાસભ્યો(MLAs) હાલમાં આસામ(Assam)માં રોકાયા છે. આસામનાં ગુવાહાટી(Guwahati)માં આવેલી ફાઈવ સ્ટાર રેડિસન બ્લુ હોટેલ(Radisson Blu Hotel)માં તેઓએ રાખવામાં આવ્યા છે. બળવાખોર ધારાસભ્યો ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ પોલીસ દ્વારા એસ્કોર્ટ કરીને આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ત્રણ લક્ઝરી બસોમાં રેડિસન બ્લુ હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા.
બળવાખોર ધારાસભ્યો આ મોટી હોટલમાં રહેવા માટે કેટલા પૈસા ખર્ચી રહ્યા છે તે અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે હાલમાં રૂમ 7 દિવસ માટે બુક કરવામાં આવ્યા છે, જેના પર કુલ ખર્ચ 1.12 કરોડ રૂપિયાની નજીક છે.
7 દિવસ માટે 70 રૂમ બુક
મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં કુલ 70 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કુલ સાત દિવસ માટે બુક કરવામાં આવે છે. આ બુકિંગ માટે કુલ 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય ભોજન અને અન્ય સેવાઓ પર દરરોજ 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાત દિવસના હિસાબે આ પણ રૂ. 56 લાખ થાય છે. આ રીતે, બુકિંગ અને ખાવા-પીવાનો ખર્ચ મળીને 1.12 કરોડ રૂપિયા થાય છે.
ધારાસભ્યોને અગાઉ સુરતની ફાઈવ હોટલમાં રખાયા હતા
બળવાખોર ધારાસભ્યોને અગાઉ સુરતની લા મેરિડિયન હોટલમાં રાખવામાં આવ્યા હતા. આ હોટલ પણ ફાઈવ સ્ટાર છે. જે સુરત શહેરના ડુમ્મસ રોડ પર આવેલી આવેલી છે. આ હોટલ વિદેશીઓથી લઈને દેશના વીઆઈપી લોકોની પસંદગી બની રહી છે. ફાઈવ સ્ટાર સુવિધાઓથી સજ્જ આ હોટલમાં ભારે લક્ઝુરિયસ સુવિધાઓ છે. લા મેરિડિયન હોટલમાં 170 જેટલા રૂમ, બેન્ક્વેટ હોલ 2 તથા જીમ સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. હોટલમાં ડિલક્સ, સુપર ડિલક્સ, એક્ઝિક્યુટિવ રૂમ, પ્રમિયમ રૂમ અને ખાસ સૂટ પણ બનાવવામાં આવ્યાં છે.
એકનાથ શિંદે સાથે કેટલા ધારાસભ્યો?
ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એકનાથ શિંદે સાથે રહેલા બળવાખોર ધારસભ્યોની સંખ્યા 50થી વધુ છે. જેને જોતા લાગી રહ્છેયું ળવાખોર ધારાસભ્યોનું જૂથ મજબૂત બની રહ્યું છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે નબળા પડતા દેખાઈ રહ્યા છે. જો કે હવે આ રાજકીય ઘમાસાન આગળ શું થાય છે તે જોવું રહ્યું.