નવી દિલ્હી: ચંદ્રયાન-3ની સફળતા વચ્ચે ઇસરોના (ISRO) ચીફ દ્વારા ચંદ્રયાન-2ની (Chandrayaan-2) નિષ્ફળતા વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇસરોમાં ચાલતી વહીવટી ગેરરીતિ વિશે જણાવતા ઇસરોના વર્તમાન ચીફ એસ.સોમનાથે (S.Somnath) પોતાની ઓટોબયોગ્રાફી (Autobiography) ‘નિલાવુ કુડીચા સિંહલ‘માં Chandrayaan-2 ની નિષ્ફળતાના કારણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ઇસરોના પૂર્વ ચીફ સીવને મારા ચીફ બનવા માટે ઘણીઓ બધાઓ ઊભી કરી હતી. તેમણે વધુમાં લખ્યું છે કે ઉતાવળના કારણે ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ થયું હતું’.
આ બાબતે સોમનાથે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યુ હતું કે કોઈ પણ સંસ્થામાં પ્રમોશન મેળવવા માટે ઘણા દબાવોનો સામનો કરવો પડે છે અને તેઓએ પણ ઘણા દબાવોને સહન કર્યા છે. ઘણા અધિકારીઓ ઇચ્છતા ન હતા કે તેઓ ચીફ બને. આ વિષયમાં તેઓએ પોતાની ઓટોબયોગ્રાફીમાં ફક્ત પોતાના વિચારો લખ્યા છે. કોઈ પણ વ્યક્તિ ઉપર વ્યક્તિગત ટિપ્પણી કરી નથી. તેમજ તેઓ કોઈ પણ વ્યક્તિના વિરુધ્ધમાં નથી. સાથે જ તેઓએ કહ્યું કે પોતાના આ પુસ્તકમાં તેઓએ પોતાના જીવનની મુશ્કેલીઓ અને પડકારો વિશે લખ્યું છે.
વધુમાં તેઓએ કહ્યું કે કોઈ પણ ઉચ્ચ સ્તરીય પદ માટે ઘણા ઉમ્મેદ્વારો હોય છે અને તેઓ ફક્ત આજ મુદ્દા ઉપર વાત કરવા ઇચ્છતા હતા. તેઓએ કોઈ પણ વ્યક્તિ ઉપર નિશાનો નથી સાધ્યો. આ સાથે જ ચંદ્રયાન 2ની નિષ્ફળતા પાછળનું કારણ પણ તેઓએ સ્પસ્ટ કર્યું હતું. તેઓએ કહ્યું કે ચંન્દ્રયાન 2 ઉતાવળના કારણે ફેલ થયું હતું. જેટલા પરીક્ષણો થવા જોઇયે એટલા થયા નહતા માટે આ મિશન ફેલ થયું હતું.
વધુમાં સોમનાથે કહ્યું કે તેમના પુસ્તકમાં ચંન્દ્રયાન 2ની નિષ્ફળતાનું સાચુ કારણ દર્શાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ચંન્દ્રયાન 2ની નિષ્ફળતાની જાહેરતમાં સાચી ભૂલ છુપાવવામાં આવી હતી. સાથે જ સોમનાથ માને છે કે ‘જે જેમ થાય છે, તેને તેવું જ જાહેર કરવું જોઇયે‘. સચ્ચાઇ લોકોની સામે આવવી જ જોઇયે. જેનાથી સંસ્થાની પારદર્શિતા વધુ સ્પસ્ટ થાય છે અને લોકોની વીશ્વસનીયતા પણ વધે છે.આ જ કારણો સર તેઓએ પોતાના પુસ્તકમાં ચંદ્રયાનની નીશ્ફળતાનું સાચું કારણ દર્શાવ્યું છે.
આ ઓટોબયોગ્રાફી લોકોને પ્રેરીત કરવા માટે લખવામાં આવી છે. આ પુસ્તક કોઇની નિંદા કે આલોચના કરવા માટે નથી લખાયું. ફક્ત લોકોને આ પુસ્તકથી પોતાના જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા મળે તે માટે લખવામાં આવ્યું છે. અને તે જલ્દી પબ્લિશ કરવામાં આવશે.