મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા ઉછીના લેવાના કાર્યને હાથ ધરવા માટે પુરતી તરલતા પુરી પાડીને અર્થતંત્રને ફરી બેઠા થવામાં ટેકો આપવાની ખાતરી આપી હતી.
છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ જ્યાં સુધી વિકાસને ફરી બેઠો કરવા અને અર્થતંત્ર પર કોવિડ-૧૯ની અસરને પહોંચી વળવા જરૂરી હોય ત્યાં સુધી એકોમોડેટિવ અભિગમ ચાલુ રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું તે સાથે ફુગાવો તેના ટાર્ગેટની અંદર રહે તે સુનિશ્ચિત કર્યું હતું એમ ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું. જ્યારે કેન્દ્રીય બજેટ ૨૦૨૧માં ખર્ચાળ નાણાકીય વ્યુહરચના પર મધ્યમ ગાળા માટે ભાર અર્થતંત્રના વિકાસ એન્જિનને મજબૂત કરવા માટે અપાયો હતો ત્યો આરબીઆઇએ આવી યોજનાને યોગ્ય નાણાકીય સાધનો વડે ટેકો આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ઉંચી સરકારી ઉધારીને ઓગાળી દેવા માટે મધ્યસ્થ બેન્કે છૂટક રોકાણકારોને સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો વિકલ્પ આપ્યો હતો.
એમપીસી કે જેણે ગયા વર્ષ દરમ્યાન નાણા ઉછીના લેવા માટેના દરોમાં ૧૧પ બેઝિસ પોઇન્ટ્સનો કાપ મૂક્યો હતો તેણે આજે રિપર્ચઝ અથવા રેપો રેટ ૪ ટકા પર યથાવત રાખ્યો હતો જ્યારે રિવર્સ રેપો રેટ પણ ૩.૩પ ટકા પર યથાવત રાખ્યો હતો જે દરે બેન્કો પોતાની થાપણો આરબીઆઇમાં મૂકે છે. આ સતત ચોથી દ્વિમાસિક નીતિ સમીક્ષા છે કે જેમાં આરબીઆઇએ પોતાના મહત્વના દરો યથાવત રાખ્યા હતા. મધ્ય-૨૦૨૦થી ફુગાવાની ચિંતાઓને કારણે આ દરો પોઝ મોડ પર આવી ગયા હતા. દાસે જણાવ્યું હતું કે છ સભ્યોની એમપીસી આ દરો હોલ્ડ પર રાખવામાં સર્વસંમત હતી. પોતાની રોગચાળાના સમયની નીતિઓ પાછી ખેંચવાનો સંકેત આપતા આરબીઆઇએ જણાવ્યું હતું કે બેંકોએ ફરજિયાતપણે બાજુએ રાખવી પડતી રકમનો દર કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) તે માર્ચમાં ૩.પ ટકાથી અને મેમાં ૪ ટકાથી વધારશે.
આગામી વર્ષ માટે ૧૦.પ ટકાના વિકાસ દરનો અંદાજ: ફુગાવો ઉપલા સહ્ય સ્તરની અંદર આવ્યો
આગામી વર્ષ માટે આરબીઆઇએ જીડીપી વિકાસ દર ૧૦.પ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે જે સરકારના આર્થિક સર્વેમાં મૂકવામાં આવેલા ૧૧ ટકાના અંદાજ કરતા થોડો ઓછો છે. જ્યારે આરબીઆઇએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ના સમયગાળામાં પ્રથમ વખત ફુગાવો ૬ ટકાના ઉપલા સહ્ય સ્તરની નીચે આવ્યો છે. માર્ચ ૨૦૨૦ કવાર્ટરમાં ફુગાવો પ.૨ ટકા રહેવાનો અંદાજ છે.