સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં મયુર ફ્લેટ્સ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 301 માંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો (MD Drugs) જથ્થો 13.080 ગ્રામ કિંમત રૂપિયા 1,30,800ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ (DCB) દ્વારા પકડી પાડવામાં આવ્યા હોવાની વિગ જાણવા મળી છે. કમિશનર અજય તોમર દ્વારા રાંદેર પોલીસ મથકને ટાર્ગેટ કરીને સ્પેશયલ ઓપરેશન હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.NO DRUGS IN SURAT CITY અભિયાન શહેરમાં ચાલી રહ્યું છે.
એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ
ત્યારે ક્રાઇમબ્રાંચની ટીમને ચોક્કસ બાતમી હકિકત મળેલ છે કે, “મોહંમદ જુનેદ ઉર્ફે સાહિલ અલ્તાફ હુસેન કડીયા, કે જે. ફ્લેટ નંબર ૩૦૧, ત્રીજો માળ મયુર ફ્લેટ્સ પ્રભાતતારા સ્કુલની પાસે સિદ્ધનાથ મહાદેવ સોસાયટીની બાજુમાં તાડવાડી રાંદેર સુરત ખાતે રહે છે અને પોતાના મકાનમાં પોતાના મિત્રો સાથે મળી ગેરકાયદેસર એમ.ડી.ડ્રગ્સ નો જથ્થો પોતાના કબજામા રાખી છુટક વેચાણ કરે છે અને તેમની પાસે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો છે અને તેઓ હાલ તેમના રહેણાંક ફ્લેટમાં પ્રતિબંધિત એમ.ડી.ડ્રગ્સ સાથે હાજર છે.” તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મોહંમદ જુનેદ ઉર્ફે સાહીલ S/O અલ્તાફ હુસેન કડિયા ,પ્રથમેશ રમેશ પાલવ,બેગ મોહંમદ ઇરફાન ઉર્ફે કાલુ S/O રહેમત બેગ, ઉંમર શ્વસન શેખની ધરપકડ કરવામાંઆવી હતી.
વિદ્યાર્થીની પર તેજાબ ફેંકવાની ધમકી આપનાર પકડાયો
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થીની કરાટે ક્લાસિસમાંથી આવતી હતી ત્યારે છેલ્લા દસ દિવસથી તેનો પીછો કરી પરેશાન કરનાર ચુહા ગેંગના સાગરીતે તેને રસ્તામાં રોકી જો તેની સાથે સંબંધ નહી રાખે તો તેજાબ નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસની ટીમે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી.ડિંડોલી ખાતે રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી કિશોરી નવાગામ કરાટે ક્લાસિસમાંથી ઘરે જતી હતી. ત્યારે ગત 23 તારીખે સાંજે ધમુ ખલસે તથા સઇદ ચુહા બાઈક ઉપર પાછળ પાછળ આવ્યા હતા.
સઇદ ચુહાએ કિશોરીને રીલેશનમાં આવી જા અને મારી સાથે રીલેશન નહીં રાખીશ તો હું તારા ઉપર તેજાબ નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ ધમુ ખલસેએ તારે સઇદ ચુહા સાથે સંબંધ રાખવા જ પડશે તેમ કહી છેડતી કરી હતી. કિશોરીના ઓળખીતા પ્રકાશભાઇને પણ તમે વચમાં નહીં આવો તમને પણ જોઇ લેશું કહી ત્યાથી બાઈક ઉપર નાસી ગયા હતાં.