Entertainment

રણદીપ હુડ્ડા બન્યા પિતા: પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર

બોલિવૂડ અભિનેતા Randeep Hoodaના ઘરે ખુશીની લહેર દોડી છે. અભિનેતા પિતા બની ગયા છે. તેમની પત્ની Lin Laishramએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે અને નવજાત દીકરીની ઝલક પણ બતાવી છે. ખાસ વાત એ છે કે રણદીપની દીકરીનો જન્મ તે જ દિવસે થયો છે, જે દિવસે તેમના પિતા રણબીર હુડ્ડાનો જન્મદિવસ પણ છે. શેર કરેલી તસવીરોમાં દાદા પોતાની પૌત્રીને ખોળામાં લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બીજી એક તસવીરમાં રણદીપે બેબી ગર્લનો નાનકડો હાથ પણ બતાવ્યો છે. રણદીપે જણાવ્યું કે તેમની પત્ની અને નવજાત દીકરી બંને સ્વસ્થ છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું, “દાદા અને પૌત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જ્યારે હું પિતા બન્યો છું, ત્યારે પપ્પા, તમારા પ્રત્યે મારો આભાર વધુ ગાઢ થઈ ગયો છે.”

અભિનેતાએ આગળ પોતાની પત્નીનો આભાર માનતાં લખ્યું કે, “લિન, મને પિતા બનાવવા અને આપણી દીકરીને આ દુનિયામાં લાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. નાનકડી દીકરી અને જીવનભરનો પ્રેમ.” ઉલ્લેખનીય છે કે રણદીપ હુડ્ડા અને લિન લેશરામે નવેમ્બર 2025માં તેમની બીજી વેડિંગ એનિવર્સરીના દિવસે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે સમયે કપલે જંગલમાં તાપણાની પાસે બેઠેલી પોતાની એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, “બે વર્ષનો પ્રેમ અને રોમાંચ પછી હવે એક નવું એડવેન્ચર શરૂ થવાનું છે.” તાજેતરમાં જ બંનેએ મેટરનિટી ફોટોશૂટની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને ફેન્સ તરફથી ભારે પ્રેમ મળ્યો હતો.

Most Popular

To Top