ગાંધીનગર: રાજકોટના (Rajkot) 75 લાખના તોડ પ્રકરણમાં રાજકોટના પોલીસ (Police) કમિશ્નર મનોજ અગ્રવાલ (Manoj Agarwal) હવે ગાંધીનગર (Gandhinagar) ડીજીપી વિકાસ સહાય સમક્ષ નિવેદન આપવા ગાંધીનગર આવી પહોચ્યા છે. અગાઉ અગ્રવાલ એક વખત તેમનુ નિવેદનઆપી ચૂકયા છે. રાજકોટના સખિયા બંધુઓએ કેટલાંક વધારાના વીડિયો તથા પુરાવા વિકાસ સહાય સમક્ષ રજુ કરી દીધા છે, એટલે સખિયા બંધુઓનું પણ નવું નિવેદન લેવાયું છે.
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં 15 ટકા કમિશન લઈને કઢાવી આપે છે. તેવો ખુદ ભાજપના રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. જેમાં રાજકોટના સખિયા બંધુઓની ફરિયાદનો પણ ઉલ્લેખ છે. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પો.ઈ તથા પોસઈ ની પણ સંડોવણી બહાર આવી છે. સખિયા બંધુઓએ વિકાસ સહાય સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીએ મને ચાર લાખ પરત દીધા છે. આ કેવી રીતે પરત આવ્યા તેનો મને પુરાવા સાથે જવાબ મળવો જોઈએ. મારી સાથે થયેલા તોડકાંડમાં જવાબદાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ સામે પગલા લેવાવા જોઈએ.
નવસારી પાલિકાના પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી ?
નવસારી : નવસારી પાલિકાના જયશંકર નજીક એક પાર્ટી પ્લોટ આવેલો છે. જો કે એ પ્લોટ કોઇ શુભ કામને બદલે દારૂની પાર્ટી માટે જ વપરાતો હોય એમ ત્યાં ઢગલો દારૂની બાટલીઓ તથા બિયરના કેન જોવા મળે છે. નવસારીમાં દારુબંધીની પોકળ વાતો થાય છે. અનેક ઠેકાણે દારુ મળે છે, તો તે જાહેરમાં જ પીવાતો હોવાની ગવાહી જયશંકર નજીક આવેલો પાલિકાનો પાર્ટી પ્લોટ ગવાહી પૂરી છે. પાર્ટી પ્લોટ પાર્ટી કરવા માટે જ હોય એવું અર્થઘટન અનેક લોકો કરતા હોય એમ લાગે છે. આ પાર્ટી પ્લોટમાં દારૂની અનેક ખાલી બોટલો તથા બિયરના ખાલી ટીન જોવા મળી રહ્યા છે. એ પરથી એમ લાગે છે કે આ પ્લોટ શરાબની મહેફિલ માટે ખૂબ જ જાણિતો હોવો જોઇએ. ડઝનબંધી શરાબની બોટલ તથા બિયરના ટીન પડેલા જોવા મળવાને કારણે લાગે છે કે અહીં અનેક પાર્ટીઓ થતી હોવી જોઇએ. નવસારી પાલિકાની મિલ્કતમાં આવી ગેરકાયદે પાર્ટી યોજાતી હોય, ત્યારે પાલિકાની પણ ફરજ બને કે તેની મિલ્કતમાં લોકો ગેરકાયદે ઘૂસીને ગેરકાયદે કામ નહીં કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ. પરંતુ પાલિકાના કારભારીઓને એવા કામો સૂઝતા નથી
ઠેરઠેર દારૂ વેચાય છે, પોલીસની આંખે પાટા
નવસારી પાલિકા વિસ્તારમાં અનેક ઠેકાણે દારુ વેચાય છે, એ વાત તો નાનું છોકરૂં પણ જાણે છે. પરંતુ પોલીસને એ વાતની જાણ ન હોય એવું બની શકે. પોલીસના આંખે પટ્ટો બાંધેલો હોય, ત્યારે એ દારૂનું વેચાણ કેમ દેખાતું ન હોય એ પાછળનું કારણ સમજી શકાય એમ છે. પ્રશ્ન એ છે કે ખુલ્લામાં પાર્ટી પ્લોટમાં જાહેરમાં દારૂની મહેફિલ યોજાતી હોય, છતાં પોલીસ અંધારામાં જ રહે ત્યારે એ પોલીસના અસ્તિત્વ પર પણ સવાલ પેદા થાય છે કે પછી પોલીસની મીલિભગતમાં જ આવી પાર્ટી જાહેરમાં યોજાતી હશે ?