Gujarat

રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકને કાળ ભરખી ગયો

ગુજરાત: ક્રિકેટ (Cricket) રમતા લોકો પર તો જાણે કાળ મંડરાઈ રહ્યો હોય તેવી સ્થિત સર્જાઈ છે. છેલ્લાં કેટલા સમયથી ક્રિકેટ રમતા રમતા લોકો એકાએક ગભરામણ થવાના કારણે કયાં તો ત્યાંને ત્યાં જ એટેક (Attack) આવવાના કારણે કાળને ભેટી રહ્યાં છે. આવી જ એક ધટના રવિવારે રાજકોટમાં (Rajkot) ધટી હતી.

જાણકારી મુજબ રવિવારના રોજ સવારે રાજકોટનાં મયૂરભાઈને ક્રિકેટ રમતા રમતા ગભરામણ થવા લાગી હતી. તેઓને સારું ન લાગતા તેઓ ગાડી પર બેસી ગયાને ત્યાં જ એકાએક ઢળી પડ્યા હતા. તેઓની સાથેના તમામે તેમને હોસ્પિટલ ખસેડયા હતા પણ ત્યાં મયરભાઈને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. ધટનાની જાણ પરિવારજનોને કરતા આ વાત કોઈ માનવા તૈયાર ન હતું. તેઓનો સમગ્ર પરિવાર પર આવી પડેલી આ અણધારી મુસીબતને સાંભળીને હોસ્પિટલમાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો.

રાજકોટના મયૂરભાઈ મિત્રો સાથે રવિવારની રજા માણવા માટે શાસ્ત્રી મેદાન ક્રિકેટ રમવા ગયા હતા પણ ત્યાં જ તેઓને કાળ ભરખી ગયો હતો. ગભરામણ થતાં તેઓ સ્કૂટર પર બેઠા અને ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ તેઓનો મૃતદેહ જ હોસ્પિટલ પહોંચ્યો હતો. જાણકારી મળી આવી હતી કે મયૂરભાઈને કોઈ પણ જાતનું વ્યસન ન હતું તેમજ ક્રિકેટ પણ તેઓ રેગ્યુલર રમવા જતા હતા.

મયૂર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
108 મારફત પહેલાં રાજકોટના મયૂરભાઈને ગિરિરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ ત્યાંથી મયૂરને સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ અહીં પહોંચતાં ત્યાના તબીબોએ તેમને મૃત ધોષિત કર્યા હતા. મયૂરના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મયૂર બે ભાઈમાં મોટો હતો. મયૂરના પિતા ગુજરી ગયાને પણ 42 વર્ષ થયાં હતા. તેમજ મયૂર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Most Popular

To Top