Gujarat

રાજકોટમાં દારૂમાં ધૂત પોલીસ કર્મીએ સાઈકલ સવાર યુવતીને અડફેટે લીધી

રાજકોટ: રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક એક પોલીસકર્મીએ (Police) સાઈકલ (bicycle) પર જતી યુવતીને અડફેટે લીધી હતી. જો કે સદભાગ્યે છોકરીનો જીવ બચી ગયો હતો. તેને માત્ર સામાન્ય ઈજા જ થઈ હતી.

રાજકોટમાં ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મીનારાયણ વ્યાસ દારૂનાં નશામાં ધૂત થઈ પૂરપાટે કાર હંકારી રહ્યાં હતા તે સમયે એકાએક રસ્તામાં સાઈકલ સવાર યુવતીને તેઓએ અડફેટે લીધી હતી. યુવતીને માત્ર સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતનાં કારણે આસપાસનાં લોકો ટોળાં ભેગા થઈ ગયાં હતા. તેમજ ઘટના અંગે પોલીસને જાણ કરાતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને આરોપી પોલીસકર્મીની ઘરપકડ કરી હતી. કારની તપાસ કરતાં આગળની સીટની બાજુમાં પાણી ભરેલું નાનું કેન તેમજ પાછળની સીટ પરથી ખાલી ગ્લાસ અને વેફર-દાળિયા સહિતની ખાવાની વસ્તુઓ મળી આવી હતી.

યુવતીના ભાઈએ આપ્યું આ નિવેદન
યુવતીના ભાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે મને એક ફોન આવ્યો હતો અને જાણ કરાય હતી કે મારી બહેનનો અકસ્માત થયો છે. હું ઘટના સ્થળે પહોંચ્યો અને જોયું તો સ્વિફટ કારનો બહેનની સાઈકલ સાથે અકસ્માત થયો હતો. બહેનને માત્ર થોડી ઈજા થઈ હતી પરંતુ સાઈકલનો કચ્ચરઘણ થઈ ગયો હતો. અને અકસ્માત સર્જનાર પોતે કચ્છ પંથકનો PSI હોવાનું જણાવી માફી માંગી રહ્યો હતો. તેણે કહ્યું કાયદાની રક્ષક પોલીસ જો આ પ્રકારે નશાની હાલતમાં અકસ્માત સર્જશે તો લોકો કોની પાસે જશે? આ ઉપરાંત લોકટોળાંએ પણ અકસ્માત કરનાર સામે કડક પગલાં લેવાય તેવી મારી માંગ છે.

સ્ટંટ કરતા અને બેફામ ગાડી ચલાવતા હોય તેવાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી અકસ્માતનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો તથ્ય હત્યાકાંડ પછી આવા અનેક બનાવો સામે આવ્યાં છે જેમાં કોઈ પણ જાતની પરવા કર્યા વગર લોકો ગમે તે સ્પીડે ગાડી ચલાવતા હોય છે.અને પછી અકસ્માતનો ભોગ બને છે. આ ઉપરાંત ખાસ કરીને લોકો સ્ટંટ કરતા અને બેફામ ગાડી ચલાવતા હોય તેવાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે.

Most Popular

To Top