National

રાજસ્થાન ACBએ ED અધિકારીને કસ્ટડીમાં લીધો: જાણો સમગ્ર મામલો

રાજસ્થાન: સામાન્ય રીતે ED દ્વારા દરોડા (Raid) પાડવામાં આવતા હોય છે, પરંતુ રાજસ્થાનમાં (Rajasthan) એક અનોખી ઘટના બની છે. હવે રાજસ્થાન (Rajasthan) ACBએ ED અધિકારીની અટકાયત કરી હતી. આ અધિકારી દ્વારા લાંચ (Bribe) લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ EDએ ગેહલોતના (Gehlot) દીકરાની ધરપકડ કરી હતી, સાથે જ દોટાસરાના ઘર (Home) અને ઓફિસ (Office) ઉપર પણ દરોડા (Raid) પાડાવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ EDના અધિકારી ઉપર 15 લાખ રૂપિયાની લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં જ રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના ઘર અને ઓફિસમાંમાં દરોડા પાડ્યા હતા. તેમજ સીએમ ગેહલોતના દિકરા વૈભવ ગેહલોતની FETA મામલે પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACB એ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે.

EDના અધિકારી નવલ કિશોર મીણા ઉપર એક વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. ત્યારબાદ રાજસ્થાન સરકારની EDએ કેન્દ્રીય આ એજન્સીના અધિકારીની અટકાયત કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ અધિકારીની અટકાયત કરવામાં આવી હતી. ACBએ આ મામલે કોઇ સત્તાવાર માહિતી આપી નથી. નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર નવલ કિશોર પર ચિટ ફંડ સંબંધિત કેસ બંધ કરવા અને સંપત્તિ જપ્ત ન કરવા તેમજ ધરપકડથી બચાવવા માટે 15 લાખ રૂપિયાની લાંચ માંગવામા આવી હતી. આ કેસમાં એસીબીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, “એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ.15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે.”

એસીબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, એસીબીના જયપુર નગર યુનિટને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે ઇડી દ્વારા ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસની કાર્યવાહી થઇ નથી. કેસ મામલે મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવાને બદલે લાંચની રકમ સ્વીકારાઇ હતી. EO નવલ કિશોર મીણા દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top