National

લતા અને સચિનનો નહીં, સરકારે અક્ષય જેવા કલાકારોનો ઉપયોગ કરવો જોઇએ

હંમેશા વિવાદમાં રહેતા રાજ ઠાકરે ફરી પોતાના નિવેદનથી વિવાદ સર્જ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે (RAJ THACKERAY)એ શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે લતા મંગેશકર અને સચિન તેંડુલકરને આંદોલિત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરીને વિદેશી હસ્તીઓનો બદલો લેવાના અભિયાનમાં ઉતારવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં આ હસ્તીઓને સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. માટે સરકારે વધુ અસરકારક વિકલ્પો તપાસવા જોઈએ. તેમણે કહ્યું કે, જો અમેરિકન ગાયક રિહાન્ના (RIHANNA) અને અન્ય હસ્તીઓ (CELEBRITIES)એ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો તો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નારા પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે, “કેન્દ્રએ લતા મંગેશકર અને સચિન તેંડુલકરને તેમના સ્ટેન્ડના સમર્થનમાં ટ્વીટ કરવા ન કહ્યું હોત તો તેમની પ્રતિષ્ઠા (Reputation) દાવ પર ન લાગી હોત. હવે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે સરકારે તેના અભિયાન માટે અક્ષય કુમાર જેવા કલાકારોના ઉપયોગ પર ખાસ ભાર મૂકવો જોઈએ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ કહ્યું, ‘તેઓ (તેંડુલકર અને મંગેશકર) તેમના ક્ષેત્રોની ખરા અર્થમાં અનુભવીઓ છે પરંતુ ખૂબ સરળ લોકો છે. તેમને અન્યના સમાન હેશટેગથી ટ્વીટ કરવાનું કહ્યું ન હોવું જોઈએ. સરકારે તેમને ટ્વીટ કરવા જે કહ્યું તે તેમણે ટ્વીટ કર્યું હતું અને હવે તેની ટીકાઓ થઈ રહી છે.

રીહાન્ના અને અન્ય કેટલીક વિદેશી હસ્તીઓએ કરેલા ટ્વિટ પછી, તેંડુલકર અને મંગેશકર સહિત વિવિધ હસ્તીઓએ સરકારના વલણને સમર્થન આપવા માટે ‘ઈન્ડિયા ટુગેધર’ (INDIA TOGETHER) અને (INDIA AGAINST PROPAGANDA) નામનો હેશ ટેગ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યો હતો.

તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP)ના કાર્યકાળ દરમિયાન મોદીની હ્યુસ્ટન રેલીનો હવાલો આપતા ઠાકરેએ કહ્યું કે, આ આધાર પર, યુએસમાં ‘ અબકી બાર ટ્રમ્પ સરકાર’ જેવી રેલી યોજવાની જરૂર નહોતી. અને તે દેશની આંતરિક બાબત હતી. ‘ તેમણે એમ પણ કહ્યું હતું કે, જે કાયદાઓ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે, જેને દૂર કરવી જોઈએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top