અમદાવાદ: સમગ્ર ગુજરાત(Gujarat)માં ગરમી(Heat)થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો લોકો વરસાદ(Rain) ક્યારે આવશે બસ તેની રાહ જોઈ રહ્યા છે. એક તરફ ઓડીશા અને બંગાળમાં આસની વાવાઝોડા(Aasni Cyclone)ને લઈ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે લોકોની વરસાદની આતુરતા વચ્ચે એક મહત્વની આગાહી કરવામાં આવી છે. આમ તો વાવાઝોડાની અસર ગુજરાત પર નથી પડવાની પરંતુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેને કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
આ દિવસે વિધિવત ચોમાસું શરૂ થશે
આ તો વાત થઇ કમોસમી વરસાદની. પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તે અંગે ઓ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 9 મે થી ગુજરાતનાં હવામાનમાં પલટો આવશે. જેના પગલે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 25 મેથી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે. તો 18 મેથી 6 જૂન સુધીમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે.
‘આસની’ વાવાઝોડાનો ખતરો વધ્યો
ચક્રવાત ‘આસની’ દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બન્યું છે. આવી સ્થિતિમાં આગામી 24 કલાક ભારે રહેવાના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર આવેલું ચક્રવાતી તોફાન લગભગ ઉત્તરપશ્ચિમ તરફ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું અને રવિવારે સાંજે 5.30 વાગ્યે દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત થયું છે. ચક્રવાતના ખતરાને જોતા ઓડિશા સરકારે ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ‘આસની’ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. વાવાઝોડાના ખતરાને જોતા NDRF અને ODRAFની ટીમો તૈનાત કરવામાં આવી છે.