SURAT

સુરતના ઇસ્કોન મોલમાં પેરેડાઈઝ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત: પીપલોદ (Piplod) ખાતે ઇસ્કોન મોલમાં પેરેડાઈઝ સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે (Police) રેઈડ કરી ત્યાંથી બે લલનાને મુક્ત કરાવી સ્પાની મહિલા મેનેજરની ધરપકડ કરી સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનની ટીમને પીપલોદ ખાતે ઇસ્કોલ મોલની અંદર પહેલા માળે પેરેડાઈઝ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઉમરા પોલીસે રેઈડ કરી હતી.

દરમિયાન અંદર બનાવેલા 3 રૂમમાંથી એક મહિલા મળી આવી હતી. આ મહિલાનું નામ પૂછતાં સોનીદેવી મંજયસિંગ (ઉં.વ.34) (રહે., કુમાર મહોલ્લો, વેસુ તથા મૂળ બિહાર) હોવાનું જણાવ્યું હતું. તથા પોતે સ્પાની મેનેજર છે. સ્પાના માલિક સુમીત રમેશભાઈ દાવડા (રહે.,અવધૂત સોસાયટી, વરાછા) હોવાનું જણાવ્યું હતું. સોનીદેવી લલનાઓ લાવીને તેમની પાસે દેહવેપાર કરાવતી હતી. આ સિવાય પોલીસને ત્યાં ગ્રાહક તરીકે આવેલા ખુશાલ પ્રવીણ વરસાણી (ઉં.વ.19) (રહે., વેરોના રેસિડન્સી, સરથાણા જકાતનાકા) તથા ઘનશ્યામ જયસુખભાઈ ગજેરા (ઉં.વ.20) (રહે.,નંદનવન સોસાયટી, મોટા વરાછા) મળી આવ્યા હતા. ઉમરા પોલીસે સોનીદેવીની ધરપકડ કરી સ્પાની માલિકને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.

વેસુમાં રેડ અર્બન સ્પામાં કુટણખાનું ઝડપાયું, મેનેજર, 3 ગ્રાહકની ધરપકડ
સુરત: વેસુ ખાતે આવેલા રેડ અર્બન સ્પામાં પોલીસે રેઈડ કરી બે લલનાને મુક્ત કરાવી હતી. તથા સ્પા મેનેજર અને 3 ગ્રાહકને પકડી પાડી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી હતી. વેસુ પોલીસને વેસુ કેનાલ રોડ પર આવેલી કેનલ વોલ્ક શોપર્સના પહેલા માળે રેડ અર્બન સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વેસુ પોલીસે રેઈડ કરી હતી. અંદર ચાર કેબિન બનાવેલી મળી આવી હતી.

એક કેબિનમાં લલના મળી આવી હતી. દુકાનમાં હાજર વ્યક્તિનું નામ પૂછતાં અભય જગન્નાથ તાયડે (ઉં.વ.30) (સુમન અમૃત આવાસ, અલથાણ) હોવાનું અને પોતે સ્પામાં મેનેજર હોવાનું કહ્યું હતું. સ્પાના માલિક બાબતે પૂછતાં અનિલ જાદવ હોવાનું કહ્યું હતું. આ સિવાય સ્પામાં શરીર સુખ માણવા માટે આવેલા ગ્રાહક ગોપાલ પ્રશાંત કુંડુ (ઉં.વ.31) (રહે., રઘુવીર રો હાઉસ, સિટીલાઈટ), કૃણાલ વિનોદ પટેલ (ઉં.વ.32) (રહે.,સિટી લાઈટ એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) અને ભરત દિલીપભાઈ પાટીલ (ઉં.વ.30) (રહે.,ચીકુવાડી રો હાઉસ, પાંડેસરા) પકડાયા હતા. મેનેજર અભયની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મસાજ કરાવવા માટે બહારથી ગ્રાહકો બોલાવી મસાજના 1 હજાર અને શરીરસુખ માણવા માટેના 1 હજાર રૂપિયા મળી કુલ 2 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી લલનાઓને 500 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે મેનેજર અને ગ્રાહકોને પકડી સ્પાના માલિક અનિલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top