National

રાહુલ ગાંધીનો મોટો દાવો, કહ્યું- ચક્રવ્યુહના નિવેદન બાદ હવે ED દરોડા પાડશે..

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ એક મોટો દાવો કર્યો હતો. જેનાથી રાજકારણ ગરમાયું છે. અસલમાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એક્સ (X) હેન્ડલ ઉપર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો અને ઇડી દ્વારા કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમની આ પોસ્ટ હાલ સોશિયલ ઉપર વાઇરલ થઇ રહી છે.

અસલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અગાઉ સંસદમાં ભાષણ દરમિયાન ભાજપા ઉપરા આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે દેશમાં ચક્રવ્યુહ બનાવ્યું છે. ત્યારે તેમની આ ટિપ્પણી બાદ હવે રાહુલ ગાંધીએ એક દાવો કર્યો હતો જેનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અસલમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, 29 જુલાઈએ સંસદમાં આપેલા તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમના ઘરે દરોડા પાડવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે તેઓ ખુલ્લા હાથે ED અધિકારીઓની રાહ જોઈ રહ્યા છે. તેમજ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે EDના અંદરના સૂત્રોએ તેમને દરોડા અંગે માહિતી આપી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ EDના દરોડા અંગે દાવો કરતા શુક્રવારે વહેલી સવારે લખૉયું હતું કે, “દેખીતી રીતે, 2 માંથી 1ને મારું ચક્રવ્યુહ ભાષણ ગમ્યું નહીં. EDના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે દરોડા પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હું ખુલ્લા હાથે EDની રાહ જોઈ રહ્યો છું. હું તમને ચા અને બિસ્કિટ ખવડાવીશ.” ત્યારે રાહુલે પોતાની પોસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર એક્સ હેન્ડલને પણ ટેગ કર્યું હતું.

21મી સદીમાં બનેલું નવું ચક્રવ્યુહઃ રાહુલ ગાંધી
વાસ્તવમાં રાહુલ ગાંધીએ 29 જુલાઈએ લોકસભામાં બજેટ પર ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનો ડરી ગયા છે. કારણ કે 21મી સદીમાં એક નવું ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે. આ સાથે જ રાહુલે પીએમ મોદીને દરેક જગ્યાએ કમળનું પ્રતિક બતાવવા બદલ પણ ટીકા કરી હતી.

રાહુલે કહ્યું હતું કે, “હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, અભિમન્યુને ચક્રવ્યુહમાં ફસાવીને છ લોકોએ મારી નાખ્યો હતો. મેં થોડું સંશોધન કર્યું અને મને ખબર પડી કે ચક્રવ્યુહને પદ્મવ્યુહ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ કમળનો આકાર છે.” 21મી સદીમાં પણ એક નવું ચક્રવ્યુહ બનાવવામાં આવ્યું છે, જે બિલકુલ કમળ જેવું છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું હતું કે, “જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે આજે ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. અભિમન્યુ જેવી હાલત આજના કળીકાળમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના અને મધ્યમ વેપારીઓ સાથે કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top