National

રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુલતાનપુર કોર્ટમાં નિવેદન નોંધાવ્યુ, હવે આ તારિખે થશે સુનાવણી

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) સાંસદ અને વિપક્ષના લોકસભા નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) માનહાનિ કેસમાં સુલતાનપુરની કોર્ટમાં (Court of Sultanpur) આજે 26 જુલાઇના રોજ નિવેદન નોંધાવ્યું હતું. તેમણે આ નિવેદન સાંસદ-ધારાસભ્ય કોર્ટ સુલતાનપુરમાં નોંધાવ્યું હતું. તેમજ હવે કેસની આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે.

પ્રાપ્ત વિગતો મુજબ પાછલા થોડા સમયથી ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ સુલતાનપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધી આ માનહાનિ કેસમાં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીની હાજરી દરમિયાન ન્યાયાધીશે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો કે કેસ કેમ દાખલ કરવામાં આવ્યો? ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું- મને રાજકીય દુશ્મનાવટના કારણે ફસાવવામાં આવ્યો છે. મેં બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સમાં આવું કોઈ નિવેદન આપ્યું નથી.

જણાવી દઇયે કે સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી નેતા વિજય મિશ્રાએ પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે ફરિયાદીના એડવોકેટ સંતોષ પાંડેના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં આરોપ છે કે 15 જુલાઈ 2018ના રોજ પાર્ટીના કાર્યકર્તા અનિરુદ્ધ શુક્લા અને દિનેશ કુમારે તેમના મોબાઈલ પર એક વીડિયો ક્લિપ બતાવી હતી. જેમાં રાહુલ ગાંધી અમિત શાહને ખૂની કહી રહ્યા હતા. તેમનું નિવેદન જસ્ટિસ લોયાના મૃત્યુ સાથે સંબંધિત હતું, જેમાં શાહને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપી હતી. ત્યારે આ મામલે હાલ રાહુલગાંધી વિરદ્ધ કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસમાં 12 ઓગસ્ટે પ્રતિવાદી વિજય મિશ્રાના એડવોકેટ વતી સાક્ષીઓ હાજર થશે.

મેજિસ્ટ્રેટે કડક વલણ અપનાવ્યું હતું
ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓના નિવેદન અને પુરાવાના આધારે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 500 હેઠળ સુનાવણી માટે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ યોગેશ યાદવ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા અને તેઓ 20 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. તેમજ તેમને પ્રોડક્શન ડેટ પર વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે તેમણે આરોપોનો જવાબ આપવા હાજર થવું પડશે. પરંતુ મેજિસ્ટ્રેટે છેલ્લી કેટલીક રજૂઆતોમાં તેમની ગેરહાજરીને કારણે કડક વલણ અપનાવ્યું હતું. જેના પર 2 જુલાઈએ રાહુલ ગાંધીના એડવોકેટ કાશી પ્રસાદ શુક્લાએ 26 જુલાઈએ હાજર રહેવાની તક માંગી હતી.

પાંચ મહિનામાં બીજી વાર કોર્ટમાં હાજરી
રાહુલ ગાંધી પાંચ મહિનામાં બીજી વખત માનહાનિ કેસમાં સુલતાનપુર કોર્ટ પહોંચ્યા છે. આ પહેલા તેઓ લોકસભા ચૂંટણી દરમિયાન 20 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થયા હતા. તે સમયે અમેઠી અને સુલતાનપુરથી મોટી સંખ્યામાં લોકો તેમને મળવા અને જોવા માટે અહીં આવ્યા હતા. તે સમયે મામલો માત્ર કોર્ટમાં હાજર થવાનો હતો, તેથી રાહુલ આવ્યા અને લગભગ 20 મિનિટમાં કોર્ટની પ્રક્રિયા પૂરી કરી જતા રહ્યા હતા.

Most Popular

To Top