અમદાવાદ: ગુજરાત(Gujarat)માં કોલેજો(Collage)માં રેગીંગ(Raging)ની ઘટના અનેક વાર સામે આવી છે. પરંતુ હવે સ્કુલોમાં પણ રેગીંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સામે આવી છે અમદાવાદ(Ahmadabad) શહેરમાં. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલી શાળા(School)ના ધો.12નાં વિદ્યાર્થીએ ધો.9નાં વિદ્યાર્થીને જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે વિદ્યાર્થીએ શાળામાં જાણ કરી હતી. પરંતુ સ્કૂલ દ્વારા કાર્યવાહી કરવાના બદલે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી હવે આ સમગ્ર મામલે વાલીએ પોલીસને જાણ કરી છે.
અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર(Vastrapur) વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય આ રેગીંગની ઘટનાં સામે આવી છે. જેમાં શાળામાં 20 એપ્રિલનાં રોજ શિક્ષકો વિદાય સમારોહના કાર્યક્રમમાં વ્યસ્ત હતા તે સમયે ધો.12નાં વિદ્યાર્થીઓ જુનીયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. તેમજ શાળામાં આવતા-જતા વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા હતા. આ દરમિયાન 9માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તીથી ત્રણ સિનીયર વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા અને યુરિન પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો.
સિનીયર વિદ્યાર્થીઓએ આપી ધમકી
ઘટના બાદ વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી. જેથી તુરંત જ તેને શાળામાં આ વિદ્યાર્થીઓની હરકત મામલે જાણ કરી હતી. વિદ્યાર્થી ખુબ ગભરાઈ ગયો હતો. ઘરે તેને આ મામલે કોઈ વાત કરી ન હતી. જો કે વિદ્યાર્થીના પરિવારને આ મામલાની બહારથી જાણ થતા તેઓએ વિદ્યાર્થી પૂછ્યું હતું. જેથી વિદ્યાર્થીએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી.
શાળાએ વાલી પાસે માફી મંગાવી
વિદ્યાર્થીએ સ્કૂલમાં કરેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવાયા નહી. જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં પણ સ્કૂલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. જેથી વાલીએ આ મામલે પોલીસની મદદ લીધી હતી. 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વાલીએ અરજી કરતા પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. પરંતુ શાળાએ આવી ઘટના સામે કડક પગલાં ભરવાનાં બદલે વાલીને જ લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું.
શાળા દ્વારા CCTV કેમેરાના ફૂટેજ નથી બતાવવામાં આવતા: વાલીનો આક્ષેપ
ઘટના અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે અમે પોલીસમાં અરજી કરી છે અને ઘટનાએ ફોજદારી ગુનો છે જેથી અમે ફરિયાદ નોંધાવીશું. જે સ્થળે બનાવ બન્યો તે બાથરૂમ બહાર CCTV કેમેરા લાગવેલા છે. આ CCTV ચેક કરવામાં આવશે તો સમગ્ર ઘટના સામે આવે તેમ છે. પરંતુ સ્કૂલ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ બતાવવામાં કે આપવામાં આવ્યા નથી.
સ્કુલનાં પ્રિન્સિપાલનો મામલો દબાવવાનો પ્રયાસ
રેગીંગની ઘટના મામલે વિદ્યાર્થીએ સૌથી પહેલા શાળામાં જ ફરિયાદ કરી હતી. પરંતુ તેના પર ધ્યાન આપવામાં ન આવ્યું હતું. જો કે સ્કૂલના પ્રિન્સિપાલ જિમી જેમ્સે સમગ્ર મામલો દબાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી જ નથી. કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
રેગિંગના આ પ્રયાસથી ઘટનાથી શાળા જાણકાર હોવા છતાં દોષિત વિદ્યાર્થી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમજ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી વિદ્યાર્થીના વાલીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ બનાવ અંગે અરજી થતા વસ્ત્રાપુર પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.